India

એક મહિલા ના ઘર માથી એક બે નહીં પરંતુ 92 સાપ નીકળ્યા અને મહિલા ને ખબર પડતા તેની હાલત…

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી પર મનુષ્ય એક જ નથી કે જે રહે છે પરંતુ અનેક નાના-મોટા જીવ જંતુઓ અને પશુ પક્ષીઓ પણ રહે છે આવા જીવ જંતુ અને પશુ પક્ષીઓ માંથી અમુક એવા હોય છે જેને આપણે પાળી શકીએ છિએ જ્યારે અમુક ખૂબ જ ખૂંખાર અને ઝેરીલા હોય છે.

આવા ખૂંખાર અને ઝેરીલા પ્રાણી અને જીવજંતુ માં મનુષ્યને મારવા ની તાકાત પણ રહેલી છે. આપણે અહીં એક એવા બનાવ વિશે વાત કરીશું તે જાણતા તમને પણ આશ્ચર્ય થશે.

મિત્રો ઝેરીલા શબ્દ સાંભળતા જ આપણા સૌના મનમાં એક જ છબી આવે છે જે સાપની હોઇ છે. આપણે સૌ જાણીએ છીએ કે સાપ કેટલું ઝેરીલો હોય છે તેના ઝેરમાં એટલી તાકાત હોય છે કે તે કોઈ પણ વ્યક્તિને મારી શકે છે તેવામાં જો ઘરમાં સાપ બધાય તો સમગ્ર ઘરમાં હડકંપ મચી જાય છે અને સૌ તેનાથી બચવા ની કોશિશ કરવા લાગે છે.

તેવામાં આજે આપણે એક એવા પરિવાર અને એક એવા ઘર વિશે વાત કરવાની છે કે જ્યાંથી એક-બે નહીં પરંતુ 92 સાપ નીકળ્યા છે અને આ સાપ પણ ઘણી ઝેરીલી પ્રજાતિના છે. તો ચાલો આ સમગ્ર ઘટના વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

મળતી માહિતી મુજબ આ ઘટના કેલિફોર્નિયામાં રહેતા પરિવારની છે કે જેમના ઘર માંથી 92 સાપ બહાર આવ્યા. આ મહિલા ના ઘરમાંથી રેટલસ્નેક પ્રજાતિના સાપ નીકળ્યા હતા.  આ સાપ ખૂબજ ઝેરી હોઈ છે. જો તે તમને કરડે છે, તો તમે માત્ર એક કલાકમાં મરી શકો છો.

આવી સ્થિતિમાં જ્યારે મહિલાના ઘરમાં ઘણા બધા સાપ આવ્યા ત્યારે આ મહિલાએ સાપ પકડનાર સોનોમા કાઉન્ટી સરીસૃપ રેસ્ક્યુ ટીમ ને બોલાવ્યા. જ્યારે રેસ્ક્યૂ ટીમ મહિલાના ઘરે આવી ત્યારે ઘણા બધા સાપ જોઈને તેમને પણ આશ્ર્ચર્ય થયો હતા. તેમને 3 કલાક 45 મિનિટની સખત મહેનત બાદ ઘરમાંથી લગભગ 92 ઝેરી સાપ પકડ્યા.

આ બનાવ અંગે માહિતી આપતા આ સંસ્થાએ તેના ફેસબુક પેજ પર આ ઘટના અંગે ના અમુક ફોટા પણ મૂક્યા હતા. અને કેપ્શનમાં લખ્યું હતું કે મને ફોન આવ્યો કે તેમના ઘર માં સાપ નીકળ્યો છે. આ ઘરમાં ત્રણ કલાક અને 45 મિનિટ ગાળ્યા પછી, હું સાપના ઝૂંડ સાથે બહાર આવ્યો. ઘરમાંથી 22 પુખ્ત સાપ અને સાપના 59 બાળકો મળી આવ્યા છે.

સોનોમા કાઉન્ટી સરીસૃપ બચાવ સંસ્થાના ડિરેક્ટર વુલ્ફ ના જણાવ્યા અનુસાર તેમણે 24 પુખ્ત સાપ અને 59 યુવાન સાપને 24 ઇંચના સાપ પકડવાની લાકડી વડે પકડ્યા. ત્યાર બાદ તેઓ ઘણી વખત આ ઘરે ગયો અને ત્યાં તેમને વધુ 11 ઝેરી સાપ મળ્યા.

જો વાત આ સાપ વિશે કરીએ તો ઉત્તરી કેલિફોર્નિયામાં રહેતા આ સાપ ખૂબ જ ખતરનાક છે. આ સાપ ઓક્ટોબરથી એપ્રિલ સુધી ના સમય ગળા માં ગરમ જગ્યાએ છુપાવવા અને સૂવાનું પસંદ કરે છે. જ્યાં આ સાપ એકવાર સંતાઈ જાય છે, પછી દર વર્ષે તે જ સ્થળે પાછા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *