ખોડિયાર માઁ પર કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીથી લાલઘુમ થયા મણીધર બાપુ!! કહ્યું કે ” રાક્ષસો જેવા…”
આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિવાદના વંટોળમાં ઘેરાય રહ્યા છે. હાલમાં જ વધુ એક વિડીયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો મુદ્દો માંડ સંકેલાયો છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે બફાટ કરતા વધુ એક વિવાદ શરૂ થયો છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતાજી ઉપર વિવાદિત ટિપ્પણી કરી. આ સ્વામી એ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રસંગ બન્યો. ભગતે કહ્યું કે આ તો અમારા કુળદેવી છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના કપડા નિચોવ્યા અને કહ્યું કે આ લ્યો હવે તમારા કુળદેગી સત્સંગી થયા. સ્વામી બોલે છે કે લ્યો હરિ હરિ ભગતો ખોડિયાર માતાજી સત્સંગી થયા. વીવાદીત નિવેદનના કારણે પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.ખોડિયાર માતાજીને કુળદેવી કહેવાની જરૂર નથી તેવો બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કર્યો હતો.
ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવી એ કહ્યું કે, કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે. રાજભા ગઢવી બાદ મરણીધર બાપૂ એ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
કબરાઉ મોગલ ધામના મણિધર બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણના સંતો હદ વટાવી રહ્યા છે. સ્વામિનારાયણના સંતો રાક્ષસ જેવા છે. માતા ખોડિયારનું અપમાન એ અઢારે વરણનું અપમાન છે.બહુ થયું ઝેર ઓકતા સંતો સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. ખરેખર આ વિવાદ હવે વધુ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આખરે આ વિવાદનો અંત ક્યારે આવૅ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.