સાળંગપુર બાબતે દેવાયત ખવડે હનુમાનજીને લઈને કહી દીધી આ વાત ! કહ્યું કે “અમારો હનુમાન શિવનો 11 મોં રુદ્ર છે…
આમ તો તમે ન્યુઝ ચેલનો તથા વર્તમાનપત્રો તથા સોશિયલ મીડિયા પર જોયું જ હશે કે સાળંગપુર વિવાદ વકર્યો હતો જેનો હાલ શાંતીપૂવર્ક રીતે થાળે પાડી દેવામાં આવેલ છે, પરંતુ ત્યાં વધુ એક વિવાદ હાલ સામે આવ્યો છે કારણ કે સ્વામીનરાયણ સંપ્રદાયના સંતે માં ખોડિયારનું અપમાન કરી દેતી વાતો પોતાની સભામાં કરી હોવાને લીધે હાલ ફરી એક વખત લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે, ખોડિયાર માં વિશે કહેલ વાતોને લઈને લોકકલાકાર રાજભા ગઢવી,કબરાઉના બાપુ તથા અનેક મોટા મોટા સંતો તથા કલાકારો આ વાતને લઈને ગુસ્સામાં છે.
એવામાં હાલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ હનુમાનજીના મામલે પોતાના પ્રોગ્રામમાં વાત કહી હતી જેમાં તેઓ કહ્યું હતું કે “બીટા કોઈ દી બાપના થાય,ઘણાય સાલા બાપ થાવા માટે આને નમન કરાવી દે તેને નમન કરાવી દે, તમારી ઓકાત નથી અમારો હનુમાન શિવનો 11 મોં રુદ્ર છે.આ લંકાના મુળીયાનો ઉખેડીને તારા પગમાં નો મૂકી દવ તો હું હનુમાન ન કહેવાવ, ઈ થોડો ખહુરિયાને નમે, ઈ હનુમાન છે મારો 11 મોં રુદ્ર.”
દેવાયત ખવડ આગળ પોતાના કાર્યક્રમમાં જણાવે છે કે “આ ઘણી વાર મનેય એમ થાય કે હું ઉતાવળ કરી જાવ છું કારણ કે આપણામાં એકતા નથી અમે બોલી જાયે પછી વાહે કોઈ રેતુ નથી પછી લડવાનું અમારે જ થાય, તૈયારી અમારી છે તમે ખાલી પડકારો તો કરો બાકી થાવી હોઈ એ થઇ જાય. એ મારો હનુમાન છે સનાતન ધર્મનો,ભગવાન શિવથી મોટો જગતમાં કોણ મોટો હોય.”
હાલ હવે ધીરે ધીરે વિવાદના વાદળો ઘેરાતા જતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પેહલા સાળંગપુર મંદિરનો વિવાદ અને હવે માં ખોડિયાર વિશે ટિપ્પણી કરનારનો વિવાદ સામે આવ્યો છે જેને લઈને સનાતન ધર્મના સંતો તથા મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,હવે આ વિવાદનો અંત ક્યારે આવશે તે અંગે કોઈ જાણતું નથી.