ગુજરાતી સંગીત જગત મા નામ બનાવનાર રાકેશ બારોટ નો જન્મ આ ગામ મા થયો હતો ! મણિરાજ બારોટ સાથે શુ સબંધ…
ગુજરાતી કલાકારોનો ખૂબ જ દબદબો છે, આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. આજે આપણે એક એવા કલાકાર વિશે જાણીશું જેમને મણીરાજ બારોટ સાથે ખૂબ જ ખાસ સંબંધ હતો.આજે આપણે વાત કરીશું રાકેશ બારોટની સંગીતની સફર વિશે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે,
રાકેશ બારોટનો મણીરાજ બારોટ સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે. ચાલો ત્યારે અમે આપને તમામ વાતો થી રુબરુ કરાવીએ કે, આખરે કંઈ રીતે રાકેશ બારોટ ગુજરાત આ લોકપ્રિય ગાયક કલાકાર બન્યા.
ગુજરાતી લોકપ્રિય ગાયક કલાકાર રાકેશ બારોટનો જન્મ પાટણ જિલ્લાના વરવાડા ગામમાં થયો હતો તેમજ રાકેશ બારોટ જ્યારે 14 વર્ષના હતા ત્યારથી જ સંગીત પ્રત્યે રુચિ લાગવા લાગી
હતી. તેઓ જ્યારે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ મામા મણિરાજ બારોટ સાથે તેમની કેસેટ બનાવી હતી. જોકે, ત્યારબાદ વાત આગળ ન વધી અને મણિરાજ બારોટ દિવંગત થયા ત્યારપછી ફરી એક નવી શરૂઆત કરી.
તેમના જીવનમાં ત્યારે સફળતા મળી જ્યારે ગીત ‘સાજનને સંદેશો’ આવ્યું. આવ્યું તો ખરું જ પણ એવું છવાયું કે મામા મણિરાજ બારોટના ભાણેજ તરીકે અને એક ગાયક તરીકે રાકેશ બારોટનો ખુલ્લા મને સ્વીકાર કર્યો. જે પછી એક પછી એક આલ્બમ મળતા ગયા અને રાકેશ બારોટ ઓડિયન્સના દિલમાં સ્થાન જમાવતા ગયાં.
આપણે સારુ આપવામાં નિષ્ફળ ન નીવડીએ બસ એ મહત્વનું છે એવું રાકેશ બારોટનું માનવું છે. સૌથી મહત્વની વાત એ છે કે, મણીરાજ બારોટ રાકેશ બારોટના મામા છે, રાકેશ ક્યારેય મણીરાજ બારોટના નામે નહીં પણ પોતાની ગાયિકીની કળા થી આગળ આવ્યા.
જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારથી રાકેશ બારોટ કામ કરતા હતા.જે પછી વીસીડી-ડીવીડીનો જમાનો આવ્યો અને ટેક્નીક સાથે ગાવાની ઢબ અને લય પણ બદલ્યા. અને હવે યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ સાથે ડિજિટલ યુગ આવી ગયો છે.
આમ સંગીતક્ષેત્રે ઘણાં કપરા ચઢાણો પણ છે તો સાથે સાથે જ મહેનત કરીએ તો સફળતા પણ છે.
સંગીતક્ષેત્રમાં દિગ્ગજ એવા મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા થાય છે તો કુટુંબમાં ચાર ભાઈમાંથી રાકેશ ત્રીજા નંબરના છે. તેમના અન્ય ભાઈ શૈલેષ પણ સિંગર છે.