સુરતમાં પ્રેમલગ્ન બાદ દીકરીએ આપઘાત કરી લેતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી!! રડતા રડતા હાથ જોડી એવી વાત કહી કે સાંભળી તમારી આંખમાંથી આંસુ…
સુરત શહેરમાં એક એવી દુઃખદ ઘટના બની છે, જે આજના યુગ દરેક યુવતીઓ અને યુવાન માટે એક પ્રેરણા સમાન છે. આ બનાવ ખરેખર દુઃખદાયી તો છે પરંતુ સાથોસાથ માતા-પિતાઓ માટે એક ચેતવણી સમાન અને યુવાનો માટે એક સંકેત સમાન છે કે પ્રેમ લગ્ન કરવા યોગ્ય છે કે નહીં અને પ્રેમ લગ્નનું પરિણામ શું આવી શકે છે?
આ બનાવ અંગે જાણીએ તો સુરતના વરાછા વિસ્તારમાં પ્રેમ લગ્નનો દુઃખદ અંત આવ્યો છે. યુવતીના પ્રથમ લગ્ન સફળ ન થતાં પરિવારની મહિલાએ બીજા પ્રેમ લગ્ન રાજસ્થાની મારવાડી સમાજમાં કર્યા હતા.. તે પછી પરિવારનો આરોપ છે કે મહિલાએ આત્મહત્યા કરી કારણ કે તેના પતિ અને સાસરિયાઓ તેને દહેજના મુદ્દે ત્રાસ આપતા હતા.જેથી યુવતીએ ડિપ્રેશનના કારણેઆત્મહત્યા કરી હતી.
પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવતા માતા ધ્રુસકે ધ્રુસકે રડતા એવી હદયસ્પર્શી વાત કહી કે જે દરેક યુવલ યુવતીઓએ જીવનમાં ઉતારવી જોઈએ. આજના સમયમાં યુવક યુવતીઓ પોતાના પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે માતા પિતાની પરવાનગી પણ નથી લેતા અને ભાગીને લગ્ન કરી લેતા હોય છે. ત્યારે આ વાત દરેક યુવતી અને યુવાનોએ સમજાવ જેવી છે.
મૃતક યુવતીની માતા વિડીયોમાં કહે છે કે, હું દરેક દીકરીને વિંનતી કરું છું કે, કોઈપણ બીજી જ્ઞાતીમાં ન જતા અને જ્યાં માં બાપ પરણાવે ત્યાં જ લગ્ન કરવા અને સુખેથી જીવન જીવો. મેં મારી દીકરી ગુમાવી છે મને બહુ આઘાત લાગ્યો છે, હું દરેક દીકરીને વિનંત્તિ કરું કે પ્રેમ લગ્ન તો ન જ કરતા. મારી હાલત તો જુઓ મારી દીકરી વિના શું થયું છે, તમારા માં બાપ-ની શું હાલત થાય, દરેક મા-બાપની ઈચ્છા હોય તેમની ઈચ્છા પ્રમાણે પરણાવવાની અને ત્યાં જ લગ્ન કરો.
ખરેખર માતાની આ અપીલ સૌ કોઈ લોકો માટે એક જીવનમાં ગાંઠ બાંધી લેવા જેવી છે. આ દુઃખદ બનાવમાં એ પણ જાણવા મળ્યું છે કે, યુવતીના સાસરા પક્ષે દહેજ ન આપવા અને માનસિક ત્રાસ અપાતા હતા તેમજ લગ્ન બાદ ગર્ભવતી બનેલી પુત્રીને દહેજ ન આપવા માટે ઈન્જેક્શન આપીને પતિએ ગર્ભપાત કરાવ્યો હતો. તેમજ દિકરી માનસિક ત્રાસથી ડિપ્રેશનમાં રહેતી હતી આ કારણે યુવતીએ જીવન ટૂંકાવી લીધું.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.