લોન વ્યાજના ચક્રમાં હસતો પરિવાર તૂટ્યો ! યુવકે કરી આત્મ હત્યા 1 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન પત્નીના…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આત્મ હત્યા ના બનાવો વધવા લાગ્યા છે. આત્મ હત્યા ના અલગ અલગ અનેક કારણ હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે માનવીનું જીવન ઘણું અમૂલ્ય છે. અને દરેક વ્યક્તિ ને પોતાના જીવન પ્રત્યે લગાવ પણ હોઈ છે. દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે પોતે પોતાના પરિવાર સાથે સારું જીવન જીવી શકે પરંતુ ઘણી વખત એવા બનાવો બની જાય છે કે જ્યાં વ્યક્તિને પોતાના જીવન કરતા મૃત્યુ વધુ વ્હાલી લાગે છે.
આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ ના જીવનમાં નાણાં ઘણા જરૂરી છે, વ્યક્તિ પોતાની નાણાં જરૂરિયાત પૂર્ણ કરવા માટે અનેક કર્યો કરે છે જોકે ઘણી વખત વ્યક્તિ પોતાના વધુ નાણાં મેળવવા માટે અન્ય પાસેથી નાણાં ઉછીના પણ લે છે, અને તેના પર મૂળ રકમ અને અન્ય વધુ રકમ ચૂકવે છે જેને આપણે લોન તરીકે ઓળખાઈ છે. પરંતુ આ લોન ઘણીં વખત વ્યક્તિ ફરતે એવો ભરડો લે છે કે વ્યક્તિ લોન અને તેના વ્યાજના ચંગુલમાંથી બહાર નીકળી જ શકતો નથી.
હાલમાં લોન વ્યાજને લઈને આવોજ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં વ્યક્તિ લોનના હપ્તાન ભરી શકવાને કારણે ઝેરી દવા પીને આત્મ હત્યા કરી હતી. આ દુઃખદ બનાવ અંગેની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના કતાર ગામ માં આવેલી નીલકંઠ સોસાયટી ની છે અહીંના એક યુવક કે જેમનું નામ મેહુલ દેવરાજ દેવગણિયા (27) છે તેમણે આત્મ હત્યા કરી છે. જણાવી દઈએ કે મેહુલ ભાઈ અહીં પોતાના માતા પિતા, નાના ભાઈ અને પત્ની સાથે રહેતા હતા.
તેમના લગ્ન હજી 1 વર્ષ પહેલાજ થયા હતા. જણાવી દઈએ કે મેહુલ ભાઈ રત્ન કલાકાર હતા અને પરિવાર નું ગુજરાન ચલાવતા હતા. તેવામાં તેમણે પરિવારને જણાવ્યા વિના બેન્ક માંથી લોન લીધી હતી. પરંતુ છેલ્લા લગભગ 10 દિવસથી હપ્તા ના ભરી શકવાને કારણે બેન્કવાળા લોકો તેમની પાસે કડક ઉઘરાણી કરતા હતા. હપ્તના ના ભરી શકને કારણે મેહુલ ભાઈ ચિંતિત હતા.
તેવામાં એક દિવસ તેઓ પોતાના મિત્ર સાથે જહાંગીરપુરા ના કનાદ ફાટક પાસે ગયા હતા તેવામાં તેમણે મિત્રનું ધ્યાન ન જાય તેવી રીતે ઝેરી દવા પી લીધી. જોકે મિત્રને કંઈક અલગ લગતા તેણે કડકાઈથી પૂછપરછ કરતા મેહુલ ભાઈએ હકીકત જણાવી જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું જણાવી દુઃખ થશે પરંતુ તેમનું મૃત્યુ તેમના લગ્નની પહેલી વર્ષગાંઠ ના ચાર દિવસ બાદજ થયું હતું.