આ પ્રકારની ખેતી માંથી યુવક કમાય છે લાખો રૂપિયા! લોકો કહેતા હતા પાગલ પરંતુ કમાણી જાણીને તમે પણ ચોકી જાસો નાની જગ્યામાં
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ પાસે સપના જોવાની અને તેને પુરા કરવાની અનોખી તાકાત છે આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ ધારે તે કરી શકે છે પરંતુ આ માટે તેણે મહેનત કરવાની રહે છે. વ્યક્તિ પાસે રહેલ એક વિચાર તેનું જીવન બદલવાની ક્ષમતા ધરાવે છે પરંતુ ઘણું વખત વ્યક્તિ કોઈ નવા કામ સાથે જોડાઈ છે તો લોકો તેને પાગલ સમજે છે. આપણે અહી આવાજ એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાની મહેનત અને આવડત ના કારણે પોતાનું જીવન બદલી નાખ્યું.
ઘર ચલાવવા માટે પુસ્તકો વેચતા આ વ્યક્તિ આજે મહિને લાખો રૂપિયા કમાય છે જે ખરેખર પ્રેરણા સમાન છે તો ચાલો આપણે આ વ્યક્તિ વિશે વધુ માહિતી મેળવીએ. આપણે અહી નરેન્દ્ર કુમાર ગરવાન અંગે વાત કરવાની છે કે જેઓ રાજસ્થાન રેનવાલ ના રહેવાશી છે અને એક ઘણા જ સામાન્ય પરિસ્થિતિ માંથી આવે છે શરૂઆત માં તેઓ પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ચોપડાઓ વહેચતા હતા પરંતુ તેમાંથી કોઈ ખાસ આવક ના મળતા તેમણે અન્ય ક્ષેત્રમા જવા વિચાર્યું.
આ સમયે તેમને ખતી કરવાનો વિચાર આવ્યો અને લોકો પાસેથી માહિતી મેળવીને તેમણે મોતી ની ખેતી કરવાનું વિચાર્યું અને આ દિશામાં પોતાની મહેનત કરી જે બાદ તેમણે ઘરમાં જ બાગાયતી ખેતી માટે તૈયારીઓ કરી આ સમયે પરિવાર અને તમામ લોકો તેમને પાગલ સમજવા માંડ્યા જોકે નરેન્દ્ર ભાઈએ કોઈનું સાંભળ્યા વિના પોતાના કામમાં આગળ વધ્યા. જો કે તેઓ શરૂઆત માં ખેતી અંગે વધુ માહિતી ધરાવતા ના હતા.
આ માટે તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટીટયુટ ઓફ ફ્રેશ વોટર એક્વાકલ્ચર એટલે કે CIFA કે જે ઓઇસ્ટર ખેતી કરવા પ્રશિક્ષણ આપે છે તેની મદદ મેળવવા ગયા અને સંસ્થાના ઓરીસ્સા ની ઓફીસ સાથે સંપર્ક કરી ખેતી અંગે માહિતી મેળવી. જે બાદ ૩૦ હાજર જેટલા રૂપિયા સાથે તેમણે ખેતી કરવાનું શરુ કર્યું અને મોતી બનાવવાનું યુનિટ શરુ કર્યું. નાની જગ્યામાં શરુ કરવામાં આવેલ આ યુનિટ હાલમાં ૩૦૦ યાર્ડમાં ફેલાયેલ છે. અહી નરેન્દ્ર ભાઈએ અનેક નાના તળાવો બનાવ્યાં છે.
જેમાં તેઓ ખડૂતો પાસેથી મળેલા સીપ રાખે છે. જે બાદ તેમાંથી મોતી મેળવે છે હાલમાં નરેન્દ્ર ભાઈ સાદા અને ડીઝાઇનર તમામ પ્રકારના મોતી બનાવે છે જેની માંગ પણ ઘણી જોવા મળે છે જોકે તેમના આ સીપ માંથી આશરે ૨૦ ટકા જેટલા બગડી પણ જાય છે જોકે તેઓ અન્યના વેચાણ થી આ નુકશાન પરત મેળવી લે છે. હાલમાં આ વ્યવસાય માંથી નરેન્દ્ર ભાઈ વર્ષે આશરે ૪ થી ૫ લાખ રૂપિયા કમાય છે.
જણાવી દઈએ કે નરેન્દ્ર ભાઈ ના આ કામના વખાણ તે સમયના મુખ્ય મંત્રી વસુંધરા રાજે અને કૃષિ પ્રધાન પ્રભુ લાલ સૈનીએ પણ કર્યા હતા નરેન્દ્ર ભાઈ પણ સરકાર ને સમયે સમયે મળેલ કૃષિ મદદ માટે આભાર માન્યો હતો જણાવી દઈએ કે આજે નરેન્દ્ર ભાઈ લાખો રૂપિયા કમાય છે સાથે તેઓ આસપાસ ના લોકોને રોજગાર પણ આપે છે હાલમાં તેમની પાસે ૧૦૦ થી વધુ લોકો આ ખેતી શીખી રહ્યા છે સાચેજ ચોપડાથી શરુ થયેલ નરેન્દ્ર ભાઈ નો સફર મોતી સુધી પહોચ્યો કેજે યુવાનો માટે પ્રેરણા સમાન છે.