માં મોગલ નો પરચો ! માત્ર એક મહિના માં જ સુરત રહેતા મહિલા ની ઇરછા માં મોગલે પુરી કરી..મણિધર બાપુ ને વાત કરતા કહ્યું કે..
આપણા ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સામખીયારી થી 40 કિલોમીટર દૂર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ કબરાઉ માં મોગલ નું ધામ માં દેશ વિદેશથી પણ અનેક લોકો દર્શન કરવા પહોંચતા હોય છે. માં મોગલ ઉપર ભક્તોને એવી આસ્થા અને શ્રદ્ધા છે કે માત્ર નામ લેતાની સાથે જ બધી મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. લોકો મનોકામના પૂરી કરવા વિદેશથી પણ માં મોગલના ધામ કબરાઉ ખાતે આવતા હોય છે.
માં મોગલના પરચા ના અનેક કિસ્સાઓ આપણે રોજબરોજ સાંભળતા આવ્યા છીએ. એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં સુરત જિલ્લામાં રહેતા દયાબેન મનસુખભાઈ હિરપરા કે જેઓ લેઉવા પટેલ સમાજના છે. દયાબેનના પતિના ધંધો સારો ન ચાલતો હોય તેઓએ મા મોગલના ધામ કબરાઉ માનતા રાખી હતી. અને એક મહિનામાં જ મા મોગલ એ પરચો બતાવી ને દયાબેન ની ઈચ્છા પૂરી કરી. એટલે કે દયાબેન એ માં મોગલ પાસે માનતા કરી હતી તે પ્રાર્થના સફળ થઈ.
અને દયાબેન તેઓએ મા મોગલ કબરાઉ ના ધામ 5100 રૂપિયાની માનતા રાખી હતી. તે પૂરી કરવા આવ્યા હતા. આ સમયે કબરાઉ માં મોગલ ના ધામ બેસેલા મણીધર બાપુએ 5100 રૂપિયા જે પૈસા દયા બહેને મણીધર બાપુને આપ્યા તો મણીધર બાપુએ તે પૈસા દયા બહેનને પરત કર્યા. અને કહ્યું કે તમારી માનતા પૂરી થઈ ગઈ છે. સાથો સાથ દયા બહેનને મા મોગલ ની પ્રસાદીના રૂપે એક સાડી આપી અને કહ્યું કે બીજા કોઈને પહેરવાના દેતા તમે જ રાખજો.
મણીધર બાપુએ કહ્યું કે જો સાચા મનથી માં મોગલ ને યાદ કરો તો મા મોગલ બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. કારણ કે માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલ ને ધામ જે કોઈ માનતા પુરી કરવા આવે છે તેનો એક રૂપિયો પણ મણિધર બાપુ લેતા હોતા નથી. તેને એક રૂપિયો આપીને તેને શ્રદ્ધાળુ અને પરત કરી દેતા હોય છે. આવા માં મોગલના અનેક પરચા આપણી સમક્ષ આવતા હોય છે.