અરબી સમુદ્ર માં જોવા મળી હલચલ ! હવામાન નિષ્ણાંત ‘અંબાલાલ પટેલે’ કહ્યું કે, આ તારીખે ગુજરાત મા વરસાદ…જાણો વિગતે.
આખા ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામેલો છે. કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદી પાણીથી ઘેરાયેલા છે. એવામાં હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં વરસાદની આગાહી અને ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરે છે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી બે દિવસમાં ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. જેમાં દાહોદ, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, પાટણ , કચ્છ બનાસકાંઠા, નવસારી, સાબરકાંઠા વગેરેમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
તો અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરેલી છે. સાથોસાથ અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 22 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થવાને કારણે બંગાળના ઉપસાગરમાં હળવા ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે. અને સાથે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં હળવા ચક્રવાત થવાને કારણે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. આ વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં આગામી તારીખ 27 ઓગસ્ટથી 30 ઓગસ્ટના રોજ વરસાદ આવે તેવી સંભાવના વ્યક્ત કરેલી છે. સાથો સાથ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં બંગાળમાં ચક્રવાત ઊભું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે.
આમ આખા ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ફરી સર્જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં 97.51%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63%, સૌરાષ્ટ્રમાં 88.76%, દક્ષિણ ગુજરાતમાં 107.97% અને કચ્છમાં 151.94% વરસાદ નોંધાઈ ચૂકેલો છે. આમ ગુજરાતવાસીઓ માટે હજુ પણ વરસાદ થાય તેમ લાગી રહ્યું છે.માટે લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગે સલાહ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!