મુકેશ અંબાણી ને પસંદ છે આ ડેરી નું દૂધ શું છે તેની કિંમત? ક્યાંથી આવે છે દૂધ? શું છે ખાસિયત? જાણી ને ઉડી જશે હોંશ જાણો વિગતે.
એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઇલ જે વિશ્વમાં સૌથી સારી માનવામાં આવે છે, તેવા મુકેશ અંબાણીના પોતાના ઘરે પીવે છે આ ડેરીનું ગાયનું દૂધ જે ભારતમાં જ બને છે, તેની કિંમત વિષે જાણી ને તમે પણ ચોકી જાસો, આ દૂધ મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી આવે છે. જ્યા થી મુકેશ અંબાણી ના ઘર સુધી પહોંચે છે. આ ડેરી નું નામ “ભાગ્યલક્ષ્મી” છે.
ભારતના ટોચના બિઝનેસ મેન ઉપરાંત ટોચના ફિલ્મી સ્ટાર પણ આ જ ડેરીનું દૂધ પીવે છે. જેમાં સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, ઋત્વિક રોશન જેવી હસ્તીઓ નો સમાવેશ થાય છે. જેની કિંમત 1 લીટરના 152 આસપાસ છે. આ ફાર્મમાં 4000 જેટલી ડચ ગાયો છે. અને દરેકની કિંમત 1.75 લાખ થી લઈને 2 લાખ સુધીની છે. જ્યા ભારતીય નસલની ગાયો ની કિંમત 80 થી 90 હજાર છે. આ ડચ ગાયો પોતાની સારી નસલોને કારણે વિશ્વભારમાં જાણીતી છે.
આ ફાર્મ અંદાજે 26 એકરમાં ફેલાયું છે, અને લગભગ 150 કરોડના ખર્ચ પણ થયો છે. જેમાં રોજના અંદાજે 25 હજાર લીટર દૂધ ઉત્પાદન થાય છે. જેમાં મુંબઈ અને પુણે માં રહેતી ભારતની મોટા ભાગની સેલિબ્રિટી નો સમાવેશ થાય છે. આ ડેરી ફાર્મના માલિક પહેલા કપડાના વેપારી હતા ત્યાર બાદ તેને ડેરી સારું કરી ત્યારે માત્ર 175 કસ્ટમર સાથે જ સારું કરી હતી અને આજે “પ્રાઇડ ઓફ કાઉ” તરીકે ઓળખાય છે.
આ ડેરીમાં રહેતી ગાયોને ખુબજ સારી સુવિધા આપવામાં આવે છે. અહીંની ગાયો ને પાણી પણ RO નું પાણી પીવડાવામાં આવે છે. આ ઉપરાંત આ ડેરીમાં 24 કલાક મ્યુઝિક ચાલતું રહે છે. ગાયોને ખાવામાં પણ સોયાબીન અલ્ફા ઘાસ અને સીઝનના દરેક લીલા શાકભાજી આપવામાં આવે છે. જેથી કરીને એમનું પેટ ચોખ્ખું રહે છે અને હિમાલય બ્રાન્ડની જ પ્રોડક્ટ આપવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!