મુકેશ અંબાણી એ કર્યો 2-હજાર કરોડ નો સોદો ! ન્યુયોર્ક માં ખરીદી 248-રૂમ વાળી આ આલીશાન હોટેલ, જુઓ ખાસ તસવીરો.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ એટલે મુકેશ અંબાણી. મુકેશ અંબાણી આજે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ મોટી રકમની સંપત્તિઓ ના માલિક છે. થોડા દિવસો પહેલા તેના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે કરવામાં આવી હતી એ સમયે અંબાણી પરિવાર દ્વારા પોતાના ઘરને ખૂબ જ શાનદાર રીતે શણગારવામાં આવ્યું હતું.
અંબાણી પરિવાર પાસે આજે કોઈપણ કમી નથી. આજે અમે તમને મુકેશ અંબાણી ના અન્ય એક સોદા વિશે જણાવીશું કે મુકેશ અંબાણીએ ન્યૂયોર્કમાં એક આ લીશાન, શાનદાર હોટલ ખરીદી છે. વાત કરીએ તો મુકેશ અંબાણીએ ન્યુયોર્ક સિટીમાં 248 રૂમની હોટેલ ખરીદી છે અને આ હોટેલ ના માલિક હવે મુકેશ અંબાણી કહેવાશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ન્યૂયોર્કમાં આવેલી આ હોટલ 248 રૂમની છે તેની કિંમત 2000 કરોડ રૂપિયા છે એટલે કે 270 મિલિયન ડોલર સુધીની થાય છે. જેનું નામ છે મેન્ડરીંગ ઓરિએન્ટલ હોટલ જેની કેટલીક તસ્વીરો પણ સામે આવેલી છે. આ હોટેલ ન્યૂયોર્કના કોલંબસ સર્કલમાં સ્થિત છે જે 14,500 સ્ક્વેર ફૂટ નો એરીયા કવર કરે છે.
હોટેલની શાનદાર આલેશાન તસવીરો જોઈને લોકો પણ દંગ રહી ગયા છે. અંબાણી પરિવાર આજે દેશમાં પણ તેનું ખૂબ નામ કમાઈ ચૂક્યા છે. થોડા મહિનાઓ અગાઉ દુબઈમાં એક સૌથી મોટો સોદો કર્યો હતો જેમાં તેને એક આલીશાન સમુદ્રને કિનારા પાસે બંગલાની ખરીદી કરી હતી જેનો નજારો પણ ખૂબ જ અદભુત હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!