ગુજરાત નો આ યુવાન અંબાણી પરીવાર માટે પણ રસોઈ બનાવે છે ?? જાણો કોણ છે નિકુંજ વસોયા કે જેના યુટ્યુબ મા લાખો…
સપના જરૂર સાકાર થાય છે પરંતુ બંધ આંખે જોયેલ સપનાને સાકાર કરવા માટે તમારે દિવસ-રાત મહેનત કરવી પડે છે. જીવનમાં સંઘર્ષ જ તમને આગળ વધારે છે, જેનું ઉત્તમ પ્રતીક બન્યા છે. જામનગરના ખીજડીયા ગામના નિકુંજ વસોયા. તમને જાણીને આશ્ચય થશે કે નિકુંજ વસોયા. ખેતરથી લઇને એન્ટિલિયા સુધીની તેમની સફર ખરેખર દરેક વ્યક્તિઓને એક શીખ આપે છે કે, જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું જોઈએ. સફળતા પ્રાપ્ત કરવા માટે મનને દ્રઢ બનાવો અને અથાગ પરિશ્રમ કરો એટલે તમને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે.
નિકુંજ વસોયા વિશે જાણીએ તો, તેઓ જામનગરના ખીજડીયા ગામના વતની છે અને આ ગામ થકી જ તેઓ જીવનમાં આગળ વધ્યા છે, તમને જાણીને આશ્ચય થશે કે નિકુંજ વસોયાએ વર્ષ 2013માં સી.એસનું ફાઇનલ યર ડ્રોપ આઉટ કરીને તેમણે પોતાની યુટટ્યુબ ચેનલ ચાલુ કરી. સૌથી ખાસ વાત એ હતી કે નિકુંજે દરેક લોકોથી અલગ રીતે પોતાનો કુકીંગ ચેનલ શરૂ કરી આ કારણે જ તેમને લોકપ્રિયતા મળી.
નિકુંજ વસોયાએ વાડીમાં જ વાનગીઓ બનાવવાનું શરૂ કર્યું અને લોકોને તેમના વિડિયોઝ ખુબ જ પસંદ આવ્યા કારણ કે વાડીમાંથી તાજા શાકભાજીઓ તોડીને તેમની જ વાનગીઓ બનાવવામાં આવતી. યુટ્યુબમાં સફળ થયા બાદ નીકુંજે વર્ષ 2015માં પોતાની કંપની શરૂ કરી. બસ ત્યાબાદ વર્ષ 2014 -15માં સ્ટ્રીટ ફૂડ શો શરૂ કર્યો અને ત્યાબાદ તેમની યુટ્યુબ ચેનલને સિલ્વર બટન મળ્યા.
યુટ્યુબ દ્વારા સફળ થયા બાદ નિકુંજ વસોયા એ એક લોકપ્રિય સેફ તરીકે નામના મેળવી અને તેમણે સાબિત કરી બતાવ્યું કે, વ્યક્તિ જો ધારે તો પોતાના શોખને પણ વ્યવસાય બનાવીને સફળતા મેળવી શકે છે. લાખો રૂપિયાનો પગાર આપતો કોર્સ છોડીને તેમને કુકિંગ શરૂ કરી અને તે પણ ખેતરમાં રસોઈ બનાવીને શરૂઆત કરી.
તમને જાણીને નવાઈ લાગશે કે, નિકુંજ વસોયાને અંબાણી પરિવારના ઘર આંગણે રસોઈ બનાવવાનું આમંત્રણ મળ્યું. નિકુંજ વસોયા પોતાની કાઠિયાવાડી વાનગીઓના લીધે અતિ પ્રખ્યાત છે અને આ જ કારણે અંબાણી પરિવારે પણ નિકુંજ વસોયાના હાથની વાનગીઓનો સ્વાદ માણ્યો.
નિકુંજ વસોયાએ પોતાના સોશિયલ મીડિયા પર આ ખુશીની પળ શેર કરતા તેમણે જણાવ્યું છે કે, सपने सच में पूरे होते है। Thank you Ambani Family for Inviting me.Served the Best Possible Kathiyawadi Food in the world. ખરેખર નિકુંજ વસોયાનું જીવન દરેક યુવાન માટે એક પ્રેરણાસ્ત્રોત સમાન છે.