India

મુકેશ અંબાણી ના ભાઈ અનિલ અંબાણી સહ-પરિવાર કેદારનાથ, બદ્રીનાથ ના ધામ આશીર્વાદ લેવા પહોંચ્યા, જુઓ ખાસ તસવીરો.

Spread the love

અંબાણી પરિવાર આજે જે લેવલ ઉપર પહોંચેલો છે તે સ્થાન ઉપર પહોંચવું હર કોઈ વ્યક્તિઓનું કામ છે નહીં. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીએ જે બિઝનેસ શરૂ કર્યો હતો તેને આજે બંને ભાઈઓએ ખાસ ઊંચાઈ ઉપર પહોંચાડી દીધો છે અને આજે અનીલ અંબાણી અને મુકેશ અંબાણી બંને પોતપોતાના બિઝનેસમાં બીઝી થઈ ગયેલા જોવા મળે છે.

બંને ભાઈઓ બિઝનેસમાં તો આગળ છે જ સાથોસાથ દરેક તહેવારો અને ભગવાનની ભક્તિ કરવામાં પણ આગળ રહેતા હોય છે અને ભારતના ઘણા બધા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે અને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે. હાલમાં અનિલ અંબાણી અને તેની પત્ની ટીના અંબાણી સાથે આખો પરિવાર બદ્રીનાથ અને કેદારનાથ ધામ દર્શને પહોંચ્યો હતો. જેના ફોટા અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીએ તેના instagram એકાઉન્ટ પર શેર કરેલા જોવા મળે છે.

ટીના અંબાણીની સાથે તેના વેવાઈ નીલમ શાહ પણ જોવા મળે છે. સાથોસાથ તસવીરોમાં ટીના અને તેના પતિ અનિલ અંબાણી કેદારનાથ મંદિર અને બદ્રીનાથ ધામની સામે પોઝ આપતા જોવા મળે છે. તે શિયાળાના પોશાકમાં જોવા મળે છે અને તેના કપાળ પર તિલક છે. ફોટામાં, અનિલ-ટીના સિવાય, તેમના સંબંધીઓ નીલમ શાહ અને ક્રિશાના મોટા ભાઈ મિશાલ શાહ અને અનિલનો નાનો પુત્ર અંશુલ પણ તેમના માતાપિતા સાથે જોવા મળે છે.

નવદંપતી અનમોલ અને ક્રિશા તેની સાથે જોડાઈ શક્યા ન હતા, કારણ કે તે હાલમાં તેના હનીમૂનનો આનંદ માણી રહ્યો છે. આમ આજે અંબાણી પરિવાર ખુબ જ આલીશાન રીતે જીવન વ્યતીત કરી રહ્યો છે. આજે દુનિયા માં તેના નામનો ડંકો વાગતો જોવા મળે છે. અને સમાચારો માં ખાસ હેડલાઈન બનાવતા જ રહેતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *