મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી સોમનાથ મંદિર માં આશીર્વાદ લેવા પહોંચ્યા ! કરોડો નું દાન ઉપરાંત આપી મોટી ભેટ, જુઓ ખાસ તસવીરો.
આજે આખા વિશ્વ માં જો કોઈ ભારતીય વ્યક્તિ નું સ્થાન મોખરે હોય તો તે છે ભારત ના મોટા બિઝનેસમેન એવા મુકેશ અંબાણી. મુકેશ અંબાણી આખા વિશ્વ માં સફળ બિઝનેસમેન માના એક છે. દિનપ્રતિદિન પોતાની સંપત્તિ માં વધારો કરનાર મુકેશ અંબાણી અને તેનો પરિવાર બિઝનેસ ની સાથે સાથે ભગવાન ની ભક્તિ માં પણ ઘણું યોગદાન આપતા જોવા મળે છે.
થોડા સમય પહેલા જ મુકેશ અંબાણી અને તેના નાનાપુત્ર ની થવા વાળી પત્ની રાધિકા મર્ચન્ટ બને દક્ષિણ ભારત ના પ્રવાસે હતા. જ્યાં તેણે ઘણી પૂજા અર્ચના કરી હતી. હાલ મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી ગુજરાત ના સોમનાથ મંદિર માં ભગવાન શંકર ના આશીર્વાદ લેવા આવ્યા હતા. આ સમયે તેને સોમનાથ મન્દીર માં ઘણું બધું દાન આપ્યું હતું.
અનંત અંબાણી એ સોમનાથ મંદિર માં લગભગ કલાક જેટલી પૂજા પાઠ કર્યા હતા. પૂજા પાઠ કર્યા બાદ અંબાણી પરિવાર વતી અનંત અંબાણી એ સોમનાથ મંદિર ટ્રસ્ટને રૂ.1.51 કરોડનું દાન, સુવર્ણ કળશ અને મહાદેવની વિશેષ પૂજામાં લેવાતાં ચાંદીનાં વાસણો માટે રૂ. 90 લાખનું દાન અર્પણ કર્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનંત અંબાણીએ મંદિર ટ્રસ્ટને રૂ. 90 લાખની કિંમતનાં ચાંદીનાં વાસણો દાનરૂપે અર્પણ કર્યાં હતાં. મંદિરમાં મહાદેવને વિશેષ કરવામાં આવતી સોમેશ્વર મહાપૂજામાં ઉપયોગમાં લેવાતાં થાળ, વાટકા, ડિશ સહિતનાં 90 લાખની કિંમતનાં તમામ ચાંદીનાં વાસણો અર્પણ કર્યાં છે.આમ અનંત અંબાણી એ સોમનાથ મંદિર માં આટલા રૂપિયા નું દાન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!