પાટણ ગ્રુપ માં ગરબા રમતા રમતા આ યુવાન-યુવતી ને થયો એકબીજા પ્રત્યે પ્રેમ ત્યારબાદ થયું એવું કે
છેલ્લા બે વર્ષથી આખા વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો હતો. આખા ભારતમાં પણ આની અસર જોવા મળી હતી અને છેલ્લા બે વર્ષથી ગરબા નું આયોજન પણ થઈ શક્યું ન હતું. એટલે નવરાત્રીના પવિત્ર તહેવારમાં લોકો ગરબા પણ રમી શક્યા ન હતા. પરંતુ આ વર્ષે ખેલૈયાઓ નો ઉત્સાહ કંઈક અલગ જ જોવા મળે છે. બે વર્ષની આતુરતાનો અંતે અંત આવ્યો અને આ વર્ષે લોકો ખૂબ ધૂમધામથી ગરબા રમતા જોવા મળે છે.
પરંતુ ક્યારેક ગરબા રમવાના ચક્કરમાં કેટલાક યુવક યુવતીઓને એકબીજા સાથે પ્રેમ પણ થઈ જતો હોય છે અને તે પ્રેમ લગ્ન સંબંધમાં પરિણમતો હોય છે. એવો જ એક કિસ્સો પાટણ જિલ્લામાંથી સામે આવ્યો છે. પાટણ જિલ્લામાં આવેલું રોટરેક્ટ ક્લબ કે જે દરેક તહેવાર પોતાના ગ્રુપ સાથે ધૂમધામ થી ઉજવે છે. આ ગ્રુપમાં લગભગ 200 જેટલા ખેલૈયાઓ ગ્રુપમાં ગરબા રમે છે.
નવરાત્રી આવવાની હોય એટલે થોડા સમય અગાઉ આ ગ્રુપ દ્વારા ગરબા રમવા ની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવતી હોય છે. આ ગ્રુપમાં દર્શિલ પટેલ નામના એક યુવક અને અમી રાવલ નામની એક યુવતી સાથે ગરબા રમતા હતા. આ ગરબા રમવામાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને એક વર્ષ પહેલા બંનેના માતા-પિતાની મરજીથી ધૂમધામ થી લવ મેરેજ પણ કરી લીધા હતા.
આમ ગરબા માં એકબીજા સાથે પ્રેમ થયો અને બંને લગ્ન જીવનમાં પરિણમ્યા હતા. આજે આ બંને યુવક અને યુવતી સાથે ગરબા રમે છે અને કપલ કેટેગરીમાં ઘણા બધા ઇનામો પણ જીતતા જોવા મળે છે. આ બાબતે દર્શિલ પટેલે પોતાના ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી અને જણાવ્યું હતું. આમ આવો એક કિસ્સો સાંભળવાની મજા પડી જાય છે. આ વર્ષે બધા જ જિલ્લાઓમાં નવરાત્રીનો ખૂબ જ ધૂમધામપૂર્વક આયોજન કરવામાં આવેલું છે અને બધા પાર્ટી પ્લોટ માં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!