રાજકોટ- રાજપૂત સમાજ ની બહેનો એ તલવાર રાસ રમી ને રજૂ કરી શાનદાર પ્રસ્તુતિ. જુઓ વિડીયો.
હાલ આપણા ભારતમાં નવરાત્રી નો પવિત્ર તહેવાર ખૂબ જ ધૂમધામ થી ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં બધા લોકો માતાજીની પૂજા, અર્ચના કરીને નવે નવ દિવસ ગરબા રમતા હોય છે. પરંતુ રાજકોટમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં રાજવી પરિવાર સાથે સંકળાયેલા રાજપુત સમાજની બહેનોએ હાથમાં તલવાર લઈને અનોખો રાસ રજૂ કરીને લોકોને ચોંકાવી દીધા હતા.
આ બાબતે વિગતે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના રાજવી પરિવારના મહારાણી કાદમ્બરીદેવી દેવીએ જણાવ્યું હતું કે આ આયોજન છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે. આ વખતે સોમવાર અને મંગળવારના રોજ રાજપૂત સમાજની બહેનો દ્વારા હાથમાં તલવાર લઈને અનોખી સંસ્કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ આયોજન રણજીત વિલાસ પેલેસમાં થયું હતું. મહારાણી કાદમ્બરીદેવી દેવીએ જણાવ્યું હતું કે 100 જેટલી રાજપૂત બહેનો તલવાર રાસ રમી હતી.
તેવો બાઈક પર સવાર થઈને હાથમાં બે બે તલવાર સાથે ખૂબ જ અનોખી ઝાંખી લોકોને બતાવી હતી. આ ઉપરાંત થાળી અને ટીપણી રાસ પણ રજૂ કર્યા હતા. આ બાબતે વધુ વિગતે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષથી ભગિની ફાઉન્ડેશન દ્વારા સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવી વગેરે જેવી તાલીમ આપવામાં આવે છે. વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે 300 જેટલી બહેનોએ તલવાર રાસ ની પ્રેક્ટિસ કરી હતી.
કાદમ્બરીદેવી દેવીએ વધુમાં જણાવ્યું હતું કે આ તલવાર રાસની પ્રેક્ટિસ કરવી ખૂબ જ કઠિન હોય છે. પરંતુ રાજપુત સમાજની બહેનોએ એકબીજા સાથે મળીને એક ટીમ વર્ક સાથે કામ કર્યું હતું. જેનાથી આ શક્ય બન્યું હતું. તલવાર રાસ રમનાર રાજપૂત સમાજની બહેન જાનકીબા ઝાલા એ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી રાસ કરે છે. આ તલવાર રાસ શીખવાડવામાં અઠવાડિયું કે દસ દિવસ જેવો સમય લાગે છે.
વધુમાં કહ્યું હતું કે રાજપૂત સમાજ ની હાલના સમયમાં પરંપરાગત લુપ્ત થતી જતી આ સંસ્કૃતિને તેઓ બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ઘણી બહેનોએ ગાડી ઉપર સવાર થઈને બંને હાથમાં તલવારો સમણીને ખૂબ જ અનોખી ઝાંખી પ્રસ્તુત કરી હતી અને જાણે કે રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગતું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!