India

શું મંદિરો માં ચોરી કરવાનો સિલસિલો ક્યારેય અટકશે નહીં? બે ચોરો ચોરી કરવા મંદિર માં ઘુસ્યા અને લઇ ગયા આ વસ્તુ, જુઓ વિડીયો.

Spread the love

આપણા સમાજમાં અનેક એવા લોકો છે કે જેને કોઈ કામ ધંધો કરવો હોતો નથી અને ચોરી, લૂંટ વગેરે કરીને રાતોરાત પૈસાદાર બનવું હોય છે. ક્યારેક ક્યારેક ચોરી કરતા ચોરોના સીસીટીવી કેમેરા પણ સામે આવતા હોય છે. જેના આધારે તે લોકોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવતા હોય છે. આજકાલના ચોરો, લુટારુઓ એવા છે કે જે મંદિરમાં પણ ચોરી અને લૂંટ કરતા નજરે પડતા હોય છે અને એવા અનેક વિડીયો વાયરલ પણ થતા હોય છે.

હાલ એવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં બે ચોરો મંદિરમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં નજરે ચડ્યા હતા. આ ઘટના મધ્યપ્રદેશ રાજ્યના રતલામ માં આવેલ માનુનિયા ગામમાં આવેલા માનુંનીય મહાદેવ મંદિર ની છે. આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ બે ચોરો પોતાનું મોઢું ઢાંકીને અને હાથમાં મોજા પહેરીને મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા હતા. મંદિરમાં ચોરી કરવા ઘુસ્યા બાદ તે બંને ચોરોએ ભગવાન શંકરનો નાગ અને જલધારી ચોરી કરીને લઈ ગયા હતા.

નાગ અને જલધારીની ચોરી કર્યા બાદ બંને ચોરોની નજર મંદિરમાં રહેલી દાન પેટી ઉપર પડી હતી. પરંતુ દાન પેટીને તાળું મારેલું હોવાથી બંને ચોરો તાળું તોડવામાં નિષ્ફળ થયા હતા અને દાન પેટીમાંથી પૈસાની ચોરી કરી શક્યા ન હતા. આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ લોકો આ બંને ચોરોને પકડવા બાબતે ઉગ્ર રોશ દાખવી રહ્યા છે. પોલીસે આ સીસીટીવી કેમેરાને આધારે ચોરોને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.

પરંતુ હજુ સુધી ચોરો પોલીસના હાથે લાગેલા નથી. સ્થાનિકોએ આ બાબતે રતલામ નગરમાં હડતાલ પાડવાનું પણ એલાન કર્યું હતું અને જલ્દીથી જલ્દી ચોરો પકડાય તેવું જણાવી રહ્યા હતા અને વિરોધ કરી રહ્યા હતા. આમ આખી ઘટના સામે આવતા લોકો આ વિડીયો જોઈને ચોકી ઉઠ્યા છે અને પોતાની અવનવી કોમેન્ટો કરી રહ્યા છે. આવા અનેક વીડિયો આપણી સમક્ષ આવતા હોય છે કે જેમાં લોકો ભગવાનના મંદિરમાં પણ ચોરી કરતા નજરે પડતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *