India

રણવીર અને દીપિકા ના સંબંધો ની સોશિયલ મીડિયા પર ફેલાયેલ અફવા પ્રત્યે રણવીરસિંહે આખરે ચુપ્પી તોડી કહ્યું કે, જુઓ વિડીયો.

Spread the love

બોલીવુડના અભિનેતા રણવીર સિંહ અને તેની પત્ની દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની શ્રેષ્ઠ જોડીઓ માની એક છે. વર્ષ 2018માં બંને એ ઈટલીમાં લગ્ન કર્યા હતા. લગ્નને ચાર વર્ષ થયા પરંતુ હાલ થોડા સમય પહેલા એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થઈ રહી હતી, જેમાં કોઈ એ ખોટી આફવા ફેલાવી હતી અને કહ્યું હતું કે બ્રેકિંગ ન્યુઝ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આવી અફવા ફેલાતા લોકો અવનવી પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા ઉપર આપતા હતા અને લોકો કહેતા હતા કે શું ખરેખર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છૂટાછેડા લેવાના છે. આ અફવાઓને લઈને હાલ રણવીર સિંહ એક ઇવેન્ટમાં ભાગ લેતા સમય આ અફવાઓને નકારી કાઢી હતી. રણવીર સિંહ ફિક્કી ફ્રેમ્સ ફાસ્ટ ટ્રેક 2022 દરમિયાન દીપીકા અને પોતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું હતું કે, ઈવેન્ટમાં જ્યારે તેને બ્રેકઅપની અટકળોને લઈને સવાલ કરવામાં આવ્યા તો તેણે કહ્યું, ‘ટચવુડ…અમે મળ્યા અને 2012માં ડેટિંગ શરૂ કર્યું એટલા માટે 2022માં મને અને દીપિકાને 10 વર્ષ થઈ ગયા છીએ’.

આમ રણવીર સિંહ તેના અને દીપિકા પાદુકોણ વચ્ચેના સંબંધોમાં કોઈ ખટાશવાળી વાત છે નહીં તે બાબતનો ખુલાસો આપ્યો હતો અને તે બંનેનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું છે તેમ રણવીર સિંહે કહ્યું હતું. દીપિકા પાદુકોણ ની વાત કરવામાં આવે તો તેને છેલ્લા ત્રણ મહિનામાં બે વાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી છે.

જેમાં જૂન મહિનામાં હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. જ્યાં તેણે નબળાઈ ની ફરિયાદ કરી હતી. ત્યારબાદ હાલમાં 26 સપ્ટેમ્બરના રોજ બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. જેમાં દીપિકા પાદુકોણના ઘણા બધા ટેસ્ટ કરવામાં આવેલા હતા. બંનેની જોડીને વાત કરવામાં આવે તો બંનેનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે.

બંનેના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ફોટા પણ વાયરલ થતા હોય છે. બંને ની પ્રેમ કહાની રામલીલા મૂવી થી શરૂ થઈ હતી. હાલ દીપિકા પાદુકોણ આગામી પ્રોજેક્ટ કે ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત જોવા મળે છે. આ ખુલાસો કરતા ચાહકોમાં પણ ખુશીની લાગણી છવાય ચૂકેલી જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *