India

મુકેશ અંબાણીએ આટલી મોટી રકમ ચુકવી ને ખરીદી આ હોટલ જાણો કિંમત અને હોટલની ખાસીયત….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં પૈસો કેટલો મહત્વ ધરાવે છે જીવનજરૂરી ચીજવસ્તુઓ થી લઈને મોજશોખની વસ્તુઓ સુધી તમામ વસ્તુઓ ખરીદવા માટે નાણાંની જરૂર પડે છે લોકોનાં ધરાવનાર વ્યક્તિને ઘણું જ મહત્વ આપે છે તેવામાં આપણે અહીં એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેઓ દેશમાં અમીરી નો પર્યાય બની ગયા છે મિત્રો આપણે અહીં દેશ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી વિશે વાત કરવાની છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી પાસે ઘણો જ પૈસા છે.

હાલમાં તેવું કોઈ રાજા મહારાજ જેવું જ ઊંચું જીવન જીવી રહ્યા છે તેમની પાસે એટલો રૂપિયો છે કે તેઓ પોતે ઈચ્છે તે વસ્તુ ખરીદી શકે છે આ ઉપરાંત તેમની પાસે ઘણી જ મોંઘી અને મૂલ્યવાન વસ્તુઓ પણ છે હાલમાં મુકેશ અંબાણી ઘણા ચર્ચામાં છે જેની પાછળ નું કારણ તેમને હાલમાં જ ખરીદેલ બે પ્રોપર્ટી છે તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવી.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ હાલમાં લંડન બાદ ન્યૂયોર્ક માં એક મોટી પ્રોપર્ટી ખરીદી છે. જણાવી દઈએ કે અહીં તેમણે ઘણી જ લક્ઝરી હોટેલ કે જેનું નામ મેન્ડરિન ઓરિએન્ટલ છે તે ખરીદી છે. જો વાત આ હોટલ ની કિંમત અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર, આ હોટલની કિંમત 9.81 કરોડ ડોલર માં ખરીદી છે. જો વાત આ મુલ્યનૂ રૂપિયા માં રૂપાંતર કરીએ તો આ હોટલ ની ભારતીય રૂપિયા માં કિંમત લગભગ 728 કરોડ છે.

જો વાત આ લક્ઝરી હોટેલ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ હોટેલે AAA ફાઇવ ડાયમંડ હોટેલ અને ફોર્બ્સ ફાઇવ સ્ટાર હોટેલ ઉપરાંત ફોર્બ્સ ફાઇવ સ્ટાર સ્પા સહિત અનેક એવોર્ડ જીત્યા છે. જો વાત આ હોટલ ના અંદર ના લુક અંગે કરીએ તો જણાવી દઈએ કે હોટલના રૂમમાં ઘણી લક્ઝરી સુવિધાઓ મળે છે.

જે પૈકી હોટલ ના ઘણા રૂમ નદી તરફ છે ઉપરાંત હોટલ માં સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલ છે. જણાવી દઈએ કે અહીં પેન્ટહાઉસ અને ટુ રૂમ સ્યુટ જેવા રૂમ પણ છે. આ ઉપરાંત તમે અહીં આર્ટ મ્યુઝિયમ અને મ્યુઝિક કલેક્શન ઉપરાંત શેફ સાઈઝ કિચન અને સ્ટડી એન્ડ મીડિયા સેન્ટર નો આનંદ માણી શકો છે. આ ઉપરાંત હોટલમાં મોટી ફ્લોર-ટુ-સીલિંગ વિન્ડો અને પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ પણ છે. સાથો સાથ અહીં એક લક્ઝરી બાર પણ છે.

અહીં તમને સ્પા અને વેલનેસ એરિયા પણ જોવા મળશે. જણાવી દઈએ કે આ હોટલ 2003માં તૈયાર થઈ હતી. જો વાત આ હોટલ ક્યાં આવી છે તે અંગે કરીએ તો જણાવી દઈએ કે આ હોટલ 80 કોલંબસ સર્કલ, ન્યુ યોર્ક ખાતે હડસન નદી, સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલને અડીને આવેલી છે.

જો કે થોડા સમય પહેલા જ મુકેશ અંબાણીએ 592 કરોડમાં બ્રિટનનું પ્રથમ આઇકોનિક કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટ સ્ટોક પાર્ક ખરીદ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *