IndiaNational

મુકેશ અંબાણીની નવી ગાડીની કિંમત માં સામાન્ય 130થી વધુ ગાડી આવી જાય કિંમત છે એટલી કે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિને જીવન જીવવા માટે નાણાં કેટલા જરૂરી છે જીવન ના શરૂઆતથી લઈને અંત સુધી નાણાં એક જ એવી વસ્તુ છે કે જે વ્યક્તિની તમામ જરૂરિયાત સંતોષી શકે છે. તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે લોકો દ્વારા નાણાં ને ઘણું મહત્વ આપવામાં આવે છે. લોકો દ્વારા ધનવાન લોકોને ઘણું જ માંન આપવામાં આવે છે.

આપણે સૌ જાણીએ છિએ કે નાણાં ના કારણે લોકો ગમ્મે તેટલી કિંમતી અને મોંઘી વસ્તુઓ પણ ઘણી આસાનીથી ખરીદી શકે છે. આપણે અહીં એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમના માટે દુનિયા ની કોઈ પણ વસ્તુ મોંઘી નથી. તેઓ પોતાની પાસે રહેલા અથાગ પૈસા ના કારણે ધારે તે વસ્તુ ખરીદી શકે છે.

આપણે અહીં દેશમાં અમીરીનુ સમાનાર્થી બની ગયેલ મુકેશ અંબાણી વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી દેશ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે એટલો પૈસો છે કે લોકોને ગણવા માં પણ થાકી જાય. આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી પોતાની પાસે રહેલા અપાર નાણાં ના કારણે ગમ્મે તેટલી મોંઘી વસ્તુ પણ આસાનીથી ખરીદી શકે છે.

મુકેશ અંબાણી પોતાના કાર્ય અને વૈભવી જીવન શૈલી ના કારણે તથા મોંઘા શોખ ના કારણે અવાર નવાર ચર્ચા માં રહે છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ને આવી જ એક શોખ મોંઘી ગાડીઓ નો છે. મુકેશ અંબાણી ના ઘરમાં તેમની ગાડીઓ માટે એક ખાસ પાર્કિંગ ની વ્યવસ્થા છે. અને હવે આ કફિલામ વધુ એક ગાડી જોડાઈ ગઈ છે.

જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એક અલ્ટ્રા-લક્ઝરી રોલ્સ રોયસ હેચબેક ખરીદી છે. જો વાત આ ગાડી ની કિંમત અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ગાડીની કિંમત એટલી છે કે તેમાં મારુતિની બ્રેઝા જેવી 130 ગાડીઓ આવી જાય. જોકે મારુતિ બ્રેઝાની કિંમત 10 લાખની નજીક છે. જો વાત અલ્ટ્રા-લક્ઝરી રોલ્સ રોયસ હેચબેક ની કિંમત અંગે કરીએ તો તેની કિંમત ₹ 13.14 કરોડ રૂપિયા છે.

જો કે આ ગાડીની ખાસ વાત એ છે કે મળતી માહિતી અનુસાર મુકેશ અંબાણી ની આ નવી ગાડી દેશમાં અત્યાર સુધીની સૌથી મોંઘી કાર ખરીદી છે. જો કે આ ગાડીની વર્ષ 2018 માં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી ત્યારે તેની કિંમત ₹6.95 કરોડ હતી, જો કે ગાડીમાં થોડા સુધારા વધારા એટલે કે કસ્ટમાઇઝ્ડ કરાવ્યા પછી તેની કિંમતમાં વધારો થયો છે.

જો વાત આ ગાડી વિશે કરીએ તો 12-સિલિન્ડર વાળી આ કાર 2.5 ટનથી વધુ વજનની છે ઉપરાંત 564 bhpનું ઉત્પાદન કરે છે જો વાત તેના કલર અંગે કરીએ તો આ ગાડી નો કલર ટસ્કન સન છે. જો કે ગાડીને વધુ આકર્શક તેનો નંબર બનાવે છે. મુકેશ અંબાણી એ પોતાની આ નવી ગાડી માટે એક વિશિષ્ટ નંબર લીધો છે.

જણાવી દઈએ કે આ VIP નંબર માટે ₹12 લાખની ચુકવણી કરવામાં આવી છે. જો વાત આ ખાસ નંબર અંગે કરીએ તો નંબર ‘0001’ સાથે પૂરા થતા આ નંબર સામાન્ય રીતે 4 લાખ રૂપિયાની કિંમત છે, પરંતુ વર્તમાન શ્રેણીમાં પસંદ કરેલ નંબર પહેલેથી જ લેવામાં આવ્યો હતો, તેથી નવી શ્રેણી શરૂ કરવી પડી હતી.

હવે આ ગાડીને લઈને આરટીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે આ કારની નોંધણી 30 જાન્યુઆરી, 2037 સુધીમાં માન્ય છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 20 લાખનો એકંદર ટેક્સ ચૂકવ્યો છે અને રોડ સેફ્ટી ટેક્સ માટે ₹ 40,000 ચૂકવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *