મિત્રો હાલમાં રાજ્યમાં કાયદા વ્યવસ્થા કથળી હોઈ તેવું લાગે છે. જેની પાછળ નું કારણ છેલ્લા થોડા દિવસમાં સર્જાયેલ ખૂની ખેલ છે. મિત્રો હાલમાં માનવીનો સ્વભાવ ઘણો સંકુચિત થઇ ગયો છે. જેના કારણે માનવીની સહન શક્તિ માં ઘણો ઘટાડો થયો છે. માનવીના આવા સ્વભાવ ના કારણે ઘણી વખત નાની નાની બાબત માં સર્જાયેલ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. અને આવા ઝઘડામાં ઘણી વખત વ્યક્તિને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. હાલમાં થોડા દિવસોમાં આવા ખૂન અને ઝઘડા નું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે એવું લાગે છેકે માનવી માટે અન્ય નો જીવ લેવો ઘણી સામાન્ય બાબત થઇ ગઈ છે.
હાલમાં આવા આરોપીઓ ઘણા છે, જો કે પોલીસ દ્વારા આવા આરોપીઓ ને ઘણી જ આકરી સજા આપવામાં આવે છે. આપણે અહીં એવાજ દુઃખદ બનાવો વિશે વાત કરવાની છે કે જેમાં માનવતા ની તમામ હદો પાર કરી છે. મિત્રો જણાવી દઈએ કે સુરત માં આવેલા પાંડેસરા વિસ્તારમાં ગુંડા રાજ જેવી સ્થિતિ જોવા મળી છે. અહીં એક જ દિવસમાં બે યુવકોની હત્યા કરવામાં આવી છે. તે પૈકી જો વાત પહેલા હત્યા ના બનાવ અંગે કરીએ તો આ બનાવ સુરત માં આવેલા પાંડેસરા વિસ્તારમાં સર્જાયો છે. અહીં એક યુવકની હત્યા તેના જ રૂમમાં કરવામાં આવી છે. પોલીસ ને આ યુવકની બોડી અર્ધનગ્ન હાલત માં મળી હતી.
જો વાત આ યુવક અંગે કરીએ તો જણાવી દઈએ કે યુવક ઉત્તર પ્રદેશ નો રહેવાશી છે. અને તેનું નામ અમર સીંગ છે. તે એક ટ્રક ડ્રાઈવર છે. જયારે વાત બીજા હત્યાના બનાવ અંગે કરીએ તો આ બનાવ આજ વિસ્તારમાં ઉતરાયણ ના દિવસે અમુક બદમાશો દ્વારા એક યુવક ને 12 જેટલા ઘા જીકીને તેની હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાશ શરુ કરી છે.
આ ઉપરાંત વધુ એક હત્યા અંગે નો બનાવ વિજય સિનેમા પાસેથી સામે આવ્યો છે કે જ્યાં એક યુવક સાથે થયેલ 5 મહિના જૂની લડાઈ નો બદલો લેવાયો હતો અને તે યુવક ને 20 જેટલા ઘા મારીને તેને મારવામાં આવ્યો હતો. જો વાત આ મૃતક અંગે કરીએ તો જણાવી દઈએ કે તેનું નામ મોનુ છે. જો કે આ હત્યા ના બનાવ બાદ તમામ હત્યારાઓ પોલીસ સ્ટેશન જઈને પોતાનો ગુનો સ્વીકાર્યો હતો.
આ ઉપરાંત એક મોટી ગૅંગ વોર અંગે પણ સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતિ અનુસાર આ ગૅંગ વોર પોરબંદર માં ઉતરાયણ ની રાતે સર્જાઈ હતી. જણાવી દઈએ કે આ ગૅંગ વોર નું કારણ પોરબંદરના વીરભનુની ખાંભી પાસે સર્જાયેલ એક ગાડીના અકસ્માત ના કારણે સર્જાઈ હતી. અહીં બે જૂથ સામ સામે આવી ગયા હતા. જે પૈકી એક જૂથના બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જયારે બે લોકોના મૃત્યુ થયા હતા.