હત્યાનો ખૂની ખેલ! એક જ પરિવાર ના ચાર લોકો ભોગ બન્યા થઇ કંપાવતી હત્યા હત્યાનું કારણ જણાવતા પોલીસે..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં હત્યાના બનાવો માં ધરખમ વધારો થઇ રહ્યો છે હત્યારાઓ જાહેરમાં હથ્યાર લઈને નીકળી પડે છે અને જાણે કાનુન કે પોલીસ નો ડર ના હોઈ તેમ હત્યાની ઘટના ને અંજામ આપે છે. મુખ્ય રૂપથી હત્યા પાછળ પ્રેમ સંબંધ, પારિવારિક ઝઘડા કે લુંટફાટ જેવા આર્થિક કે સામાજિક પ્રશ્નો હોઈ છે કારણ ગમ્મે તે હોઈ પરંતુ હત્યા ના વધતા બનાવો સમાજ માટે ખતરા રૂપ છે.
તેવામાં હત્યાનો આવો જ એક કરુણ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક જ પરિવાર ના ચાર લોકોને કરુણ મોત આપવામાં આવ્યું છે જયારે હત્યારો ફરાર છે. જો વાત આ દુખદ બનાવ અંગે કરીએ તો તેની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના અમદાવાદ ના ઓઢાવ વિસ્તારમાં આવેલ વિરાટ નગર પાસે આવેલી એક સોસાયટી નો છે કે જ્યાં ચાર લોકોના મૃત દેહ મળી આવતા પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર હત્યાનો આ ખૂની ખેલ ચાર દિવસ પહેલા ખેલાયો હતો. જેના કારણે પોલીસ જયારે મૃત દેહ બહાર લાવ્યા ત્યારે ઘણી જ દુર્ગંધ આવતી હતી. જણાવી દઈએ કે જયારે હત્યાની માહિતી મળી ત્યારે પોલીસ ઘટના સાથળે પહોચી ત્યારે તેમને ચાર અલગ અલગ રૂમમાંથી ચાર મૃત દેહ મળી આવ્યા. જો વાત મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં સોનલ મરાઠી, સુભદ્રા મરાઠી, ગણેશ મરાઠી, અને પ્રગતિ મરાઠી નો સમાવેશ થાય છે તેમણે તિક્ષ્ણ હથ્યાર વડે અનેક ઘા જીકી ને હત્યા કરવામાં આવી.
જો વાત હત્યા ના કારણ અંગે કરીએ તો પોલીસ દ્વારા હત્યાનું કારણ ગૃહ કંકાસ ને માનવામાં આવે છે જયારે હત્યા નો આરોપ સુભદ્રા મરાઠી ના જમાઈ વિનોદ મરાઠી પર છે. જણાવી દઈએ કે વિનોદ મરાઠી એ અગાઉ પણ સુભદ્રા મરાઠી પર હુમલો કર્યો હતો જો કે હાલમાં વિનોદ મરાઠી ઘણા સમયથી ગાયબ છે અને પોલીસ દ્વારા તેમની તપાસ શરુ છે. પોલીસ ઘટના સ્થળની આસપાસ ના વિસ્તાર ના સીસીટીવી આધારે આગળ વધી રહ્યા છે.