કાલઝાળ ગરમીમાં સોડા કે બીજા કોઈ ઠંડા પીણાં નહિ પણ નારિયળ પાણી પીજો! શરીર માટે છે ખુબ ફાયદાકારક… જાણો ફાયદા
મિત્રો હાલના સમયમાં તમે જાણતા જ હશો કે આખા ગુજરાત રાજ્યમાં ધોમધખતો ઉનાળો ચાલી રહ્યો છે એવામાં લોકો શરીરને ઠંડક આપવાના નવા નવા પ્રયાસો કરી રહ્યા છે, અમુક લોકો ઠંડા પીણાનું સેવન કરીને તો અમુક લોકો ઘરમાં જ રહીને ગરમીનો સામનો કરી રહ્યા છે, એવામાં આજે અમે એક એવા પીણાં વિશે વાત કરવાના છીએ જે કુદરતી જ છે અને શરીરને કોઈ પ્રકારે નુકશાન પોહચાડતું પણ નથી.
આ પીણું બીજું એકેય નહિ પણ નારિયળ પાણી છે, આમ તો તમને ખબર હશે કે નારિયળ પાણી ઘણાં મોટા અંશે આપણા શરીર માટે ઉપયોગી સાબિત થતું હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે આ નારિયળ પાણીના ફાયદા વિશે જ જણાવાના છીએ. તમને જણાવી દઈએ કે નારિયળ પાણી શરીરની પાણીની કમીની સમસ્યાને પણ દૂર કરે છે. વારમવાર જો નાળિયાર પાણી પીવામાં આવે તો શરીરમાં પાણીની કમી ક્યારેય નથી ખલતી.
ઝાડા-ઉલ્ટી જેવી સમસ્યામાં પણ એક નારિયળનું પાણી પીય લેતા ઘણી રાહત મળે છે અને શરીરમાં શક્તિ બની રહી છે. જો તમે ફક્ત નારિયળ પાણી પિતા હોવ તો પણ તમને ભૂખ લાગતી હોતી નથી. નારીયળ પાણીમાં વિટામિન સી, પોટેશ્યમ અને મેગ્નેશ્યામ જેવા અનેક ગુણો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રીત રાખવા માટે પણ ઘણું ઉપયોગી સાબિત થાય છે, એટલું જ નહીં આ ફળમાં કોલેસ્ટ્રોલ નથી હોતું જેથી કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી કોઈ બીમારી પણ થવા પામતી નથી.
તમને જાણતા નવાય લાગશે કે વજન ઘટાડવા માટે નારિયળ પાણીનું સેવન કરવામાં આવે છે કારણ કે એક નારીયળ પાણી પીય લેતા પેટમાં ભૂખ નથી લગતી જેથી આપણે જમતા હોતા નથી એટલે વજનમાં ઘટાડો થાય છે. નારિયળ પાણી શરીરને તરત જ ઇલેક્ટ્રોલાઈટ્સ પોહચાડવાનું કાર્ય કરે છે જેથી હાઈડ્રેશનનું સ્તર પણ સુધરવા પામે છે. નારિયળ પાણી શરીરને ઉર્જા પુરી પાડે છે.
નારિયળ પાણીની અંદર એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જેના લીધે ચેહરા પર થતા ડાઘ,ખીલ, કરચલી જેવી અનેક ચેહરા સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ થાય છે અને નારિયળ પાણીના સેવનથી ડેંડ્રફ પણ ઓછું થાય છે. પેટમાં થતી બળતરા, આંતડામાં સોજો આવવા જેવી મોટી બીમારીને પણ નારિયળ પાણી માત આપે છે.