India

અમરનાથ માં કુદરત થયો કોપાયમાન. યાત્રા માં ફરી વરસાદ બન્યો વિઘ્ન. 4-હજાર ભક્તો ને તાત્કાલિક…

Spread the love

ભારત માં આવેલા પવિત્ર ધામ અમરનાથ માં થોડા સમય પહેલા જ અચાનક વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં ઘણા શ્રધાળુઓ ના મૃત્યુ થયા હતા તો કેટલાય લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેના પગલે ત્યારબાદ સેના ના જવાનો અને અન્ય ફોર્સ ને ખડેપગે કરી દેવામાં આવી હતી. અમરનાથ ની યાત્રા કરવા શ્રાવણ માસ માં આવતી રક્ષાબંધન સુધી શરુ હોય છે. ત્યારબાદ આ વિસ્તાર માં ભારે બર્ફ વર્શા થતા યાત્રા બંધ કરી દેવામાં આવતી હોય છે. આ વર્ષે 11-ઓગસ્ટ ના રોજ રક્ષાબંધન હોય ત્યાં સુધી યાત્રા શરુ રહેશે.

8-જુલાઈ ના રોજ અચાનક વાદળ ફાટવાની ઘટના બની હતી ત્યારબાદ ફરી પાછો મંગળવાર ના રોજ અમરનાથ આજુબાજુ ના વિસ્તારો માં ભારે વરસાદ વરસવાનો શરુ થયો હતો. ભારે વરસાદ વરસવાનો શરુ થતાની સાથે જ આજુબાજુ આવેલા તળાવો અને ઝરણાઓ માં ભારે પાણી ની આવક થયેલી હતી. આ સાથે જ તંત્ર દ્વારા તાત્કાલિક ના ધોરણે 4-હજાર ભક્તો ને સહીસલામત સ્થળે ખસેડ્યા હતા. મંગળવારે ભગવતી નગર બેઝ કેમ્પ માંથી લગભગ 2100 ભક્તો અમરનાથ જવા રવાના થયા હતા.

સાથે CRPF ની 23-ગાડીઓ માં 815 યાત્રીઓ બાલટાલ માટે અને 49-ગાડી માં 1-હજાર થી પણ વધારે યાત્રીઓ પહલગામ રવાના કરવામા આવ્યા હતા. માહિતી અનુસાર 29-જૂન થી લગભગ 1-લાખ અને 37-હજાર જેટલા તીર્થ યાત્રીઓ ને અમરનાથ ની ગુફા માં દર્શન માટે મોકલવામાં આવ્યા છે. આમ ભારે તબાહી ન સર્જાય તેના પગલે મંગળવારે સેના ના જવાનો એ તાત્કાલિક 4-હજાર યાત્રીઓ ને કેમ્પ માં મોકલી દીધા હતા.

8-જુલાઈ ના રોજ થયેલી ઘટના માં અમરનાથ ની ગુફા ની આજુબાજુ ના વિસ્તારો માં લગભગ 10થી15 હજાર જેટલા ભક્તો હાજર હતા. અને જેમાં 25-જેટલા ટેન્ટ પાણી ના વહેણ માં તણાય ગયા હતા. ત્યારબાદ આય.ટી.બી.પી ના જવાનો એ લગભગ 15-હજાર લોકો નું રેસ્ક્યુ કર્યું હતું. આમ તકેદારી ના ભાગ રૂપે લોકો ને મંગળવારે સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રા માં ભક્તો ની ભારે ભીડ ઉમટી પડતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *