India

પ્રેમિકા કોઈ બીજા ના પ્રેમ માં પડતા તેના પ્રેમી એ જ પ્રેમિકા ની છાતી માં ગોળીઓ ધરવી દીધી..ત્યારબાદ તે પણ…

Spread the love

લવ ટ્રાયેન્ગલ ની એક હચમચાવતી ઘટના સામે આવી છે. પ્રેમિકા કોઈ અન્ય વ્યક્તિ ના પ્રેમ માં પડતા તેના પ્રેમી એ તેને ગોળી મારી ને હત્યા કરી નાખી હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે 23-જુલાઈ ના રોજ ભાટોલી રોડ પર આવેલા નર્મદા નદી ના પુલ પર બાદલ પટેલ નામના યુવકે તેની કાર માં તેની પ્રેમિકા અનીભા કેવટ ની ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી ત્યારબાદ બાદલ પટેલે નર્મદા નદી માં ઝંપલાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ આખી ઘટના મધ્યપ્રદેશ થી સામે આવી છે.

અનીભા કેવટ એક ખાનગી કંપની માં નોકરી કરતી હતી. અને બાદલ પટેલ પોતે પોતાને પત્રકાર ગણાવતો હતો. થોડા સમય પહેલા બાદલ પટેલ જેલ માં ગયો હતો ત્યારે અનીભા ને જાણવા મળ્યું હતું કે, બાદલ પટેલ એક ફર્જી પત્રકાર છે જેના કોઈ કારણોસર તેને જેલ માં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે બાદલ સાથે ના સંબંધો તોડી નાખ્યા હતા. અને પોતાની કંપની માં રહેલ મેનેજર ની સાથે મિત્રતા કેળવી હતી.

બાદલ જયારે જેલ માંથી બહાર આવ્યો ત્યારે તેણે તેની પ્રેમિકા ને કોઈ અન્ય વ્યક્તિ સાથે જોયા બાદ તેને મગજ ઠેકાણે રહેતો ન હતો. તેણે અનીભા સાથે વાત કરવાની કોશિશ કરી હતી. અનીભા એ બાદલ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેની કંપની ના મેનેજર સાથે પણ ઝગડો કર્યો હતો. વારંવાર અનીભા ને કહેવા છતાં પણ તે તેની સાથે વાત કરતી ન હતી.

ત્યારબાદ બાદલે તેની પ્રેમિકા ને બહાર મળવા બોલાવી અને તેની કાર માં તે યુવતી ને તિલકવાડા થઇ ને ભાટોલી ખાતે ના નર્મદા પુલ પર લઇ ગયો હતો. જ્યાં કાર માં જ બંને નો ઝગડો થયો હતો. ગુસ્સે ભરાયેલા બાદલે પ્રેમિકા ને છાતી માં ગોળી મારી દેતા તે મૃત્યુ પામી અને તે પોતે નર્મદા નદી માં કૂદી ને મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બાદ પોલીસે કાર માંથી યુવતી ની લાશ કબ્જે લીધી હતી. બાદલ ની લાશ નદી ના કિનારે થી મળી આવી હતી. પોલીસે આ બાબતે હવે ત્રીજા વ્યક્તિ ની તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *