મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ને જીવનમાં આગળ વધવાનું અને સફળતા મેળવવાની ઇચ્છા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા નો સમયગાળો છે અને લોકો સોશ્યલ મીડિયા ના વિવિધ માધ્યમો નો ઉપયોગ કરે છે કે જ્યાં તેઓ પોતાની કળા અને આવડત બતાવી ને લોકોમાં આગવી ઓળખ બતાવે છે.
પરંતુ ઘણા લોકો પોતાની આવી સફળતા ને સંભાળી શક્તા નથી. અને તેમના પર અહંકાર સવાર થઈ જાય છે. તેવામાં આપણે અહીં એવીજ એક યુવતી વિશે વાત કરવાની છે કે જેઓ સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને લોકોમાં તેની સારી એવી ફેન ફોલોઇનગ પણ છે પરંતુ પોતાના કાર્યને લઈને તે હમેંશા વિવાદો માં રહે છે.
આપણે અહીં ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ વિશે વાત કરવાની છે કે જે ફરી એક વખત વિવાદમા ફસાય છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કીર્તિ પટેલે અમદાવાદ ની એક યુવતિ ને લોખંડ ના સળિયા થી મારી હતી જે બાદ પોલીસ દ્વારા કીર્તિ પટેલ અને તેમના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
તેવામાં ફરી એક વખત કીર્તિએ એક એર હોસ્ટેસ સાથે ઝઘડો કર્યો છે અને તેને માર પણ માર્યો છે જણાવી દઈએ કે જણાવી દઈએ કે જ્યારે કીર્તિ પટેલ ગોવાથી સુરત આવતી હતી તયારે અહીંની મહિલા ક્રુ મેમ્બર અને કીર્તિ પટેલ વચ્ચે માસ્ક પહરવાને લઈને ઝગડો થયો હતો જે બાદ કીર્તિ પટેલ પર આ એર હોસ્ટેસ ને મારવાનો અને એર હોસ્ટેટ્સ ઘવાય હોવાનું પણ જાણવા મળ્યું છે.
જો કે આ ઘટના ને લઈને એર હોસ્ટેસ ઘણી જ વ્યાકુળ થઈ ગઈ અને ફ્લાઈટમાં તમામ મુસાફરો સામે થયેલા અપમાના કારણે એરહોસ્ટેસ એ સુરત પહોચતાની સાથે જ નોકરી પરથી રાજીનામું આપી દીધું હોવાની ચર્ચાઓ છે. પરંતુ જણાવી દઈએ કે હાલમા ડુમસ પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. આ ઉપરાંત જાણકારી માટે જણાવી દઈએ કે આ અગાઉ પણ બે વર્ષ પહેલા કીર્તિ પટેલ પુણામાં હત્યાના પ્રયાસમાં લાજપોર જેલમાં જઈ આવી છે.
જો કે હવે એવું લાગે છે કે કીર્તિ અને વિવાદો ને ઘણો જૂનો સંબંધ થઈ ગયો છે આ કોઈ પહેલો સમય ન્ હતો કે જ્યારે કીર્તિ પટેલ વિવાદ માં ફસાઈ હતી જણાવી દઈએ કે આ અગાઉ પણ કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેને લઇને સુરત વન વિભાગ દ્વારા કીર્તિ પટેલ પર 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.