કપિલ શર્માની મુશ્કેલી વધી સર્જાયો નવો વિવાદ! કપિલ વિશે સુમોનાએ કહી એવી વાત કે લોકો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ટેલિવિઝન આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની ગયું છે. ટેલીવિઝન પર આવતા શો પૈકી અમુક શો લોકોના રોજીંદા જીવન ના ભાગ બની ગયા છે કે જેને જોયા વિના તેમનો દિવસ અધૂરો રહે છે. જોકે હાલમાં તમામ શો પૈકી લોકોને કોમેડી શો ઘણા પસંદ આવે છે. આવોજ એક શો છે કે જે છેલ્લા ઘણા સમયથી લોકોને હસવા માટે મજબૂર કરી રહ્યો છે.
આપણે અહીં ધ કપિલ શર્મા શો વિશે અને તેના લીડ કપિલ વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી આ શો લોકોને ઘણું મનોરંજન આપી રહ્યો છે દરેક ફિલ્મ જગત ઉપરાંત અન્ય ક્ષેત્ર ના લોકો પણ આ શો પર આવે છે. હાલમાં દરેક ફિલ્મ પ્રમોશન માટે કપિલ શર્મા નો શો ઘણો જ જરૂરી બની ગયો છે આ શો ની લોકપ્રિયતા દેશ વિદેશ માં પણ ફેલાયેલી છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી કપિલ અનેક વિવાદોમા જોવા મળે છે. જણાવી દઈએ પહેલા પોતાના ટ્વિટ પછી પોતાના સાથી કલાકાર સાથે અયોગ્ય વ્યવહાર જેવી અનેક બાબત ને લઈને કપિલ ચર્ચામાં રહે છે. જોકે થોડા દિવસ પહેલા જ કાશમીર હિંદુ સાથે થયેલ હિંસા અને તેમના પર કરવામાં આવેલા અત્યાચાર ને લઈને બનેલી ફિલ્મ ” કાશમીર ફાઈલસ ” નું પ્રમોશન કરવા માટે કપિલે ના કહી હતી.
આ બાબત ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી જણાવી હતી જે બાદ કપિલ વિવાદ માં આવ્યો અને તેના શો ને બંધ કરવાની માંગ કરવામાં આવી જોકે હવે બધું શાંત થઈ ગયું છે. અને લોકોનો ગુસ્સો પણ ઠંડો થઈ ગયો છે. આ બાબત અંગે ખુદ સુમોના ચક્રવર્તી કે જે કપિલ શર્માની પત્નીનો રોલ કરે છે તેણે જણાવી હતી.
જો કે હાલમાં સોશ્યલ મીડિયા પર સુમોના નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો વાત વિડીયો અંગે કરીએ તો આ વીડિયો ઘણો જૂનો છે જેમાં પ્રખ્યાત લેખક ચેતન ભગત, અર્જુન કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર શોમાં તેમની ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’ના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન કપિલ હંમેશની જેમ સુમોનાની મજાક ઉડાવતો જોવા મળે છે. આ દરમિયાન સુમોના કહે છે કે કપિલ મારી ઈર્ષ્યા કરે છે. વાસ્તવમાં આ બધું શોના અભિનયનો એક ભાગ હતું અને આ બધું મજાકમાં કહેવામાં આવ્યું હતું.
જો વાત સુમોના અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે વર્ષ 1999માં આમિર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ મનથી એક્ટિંગ જગત માં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમણે અનેક શો કર્યા પરન્તુ તેમને સૌથી વધુ સફળતા વર્ષ 2011 માં મળી જ્યારે સુમોનાએ બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત ટેલિવિઝન શો ‘બડે અચ્છે લગતે હૈં’ માં નતાશાની ભૂમિકા ભજવી હતી.