ખરેખર હો બાકી ખજુરભાઈ જેવું વ્યક્તિ બનવું બોવ અઘરું છે ! આ કાકાની ખજરુભાઈએ એવી રીતે મદદ કરી કે વિડીયો જોઈ તમે વખાણ કરી થાકશો..
નીતિનભાઈ જાની જેને આપણે ખજુરભાઈના નામેથી ઓળખતા થયા છીએ, એવામાં જો તેઓના વિશે વાત કરવામાં આવે તો હાલ અનેક એવા સેવાના કર્યો કરી રહ્યા છે, તમને ખબર જ હશે કે વાવાઝોડાથી અનેક લોકોના ઘરો તબાહ થઇ ગયા હતા હવે એવી વાતને લઈને જ ખજુરભાઈએ નવી પહેલ કરી હતી કે અસરગ્રસ્ત લોકોને નવા ઘર બનાવી આપ્યા હતા, પણ હવે તો ખજુરભાઈ આપણા રાજ્યના ખૂણે ખૂણે જરૂરિયાતમંદ તમામ લોકોની મદદે આવી રહ્યા છે.
જેના વિડીયો તેઓ પોતાની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરતા હોય છે, તમે એમની ઓફિશ્યલ ચેનલ દ્વારા વિડીયો જોઈ શકો છો અને ખજુરભાઈ પ્રત્યે પોતાનો સપોર્ટ બતાવી શકો છો કારણ કે તેઓ જે કાર્ય કરી રહયા છે તે ખુબ જ સુંદર તથા માનવતા ભર્યું કામ કરી રહ્યા છે, એવામાં હાલ ખજુરભાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં ખજુરભાઈ ફરી એક વખત એક વ્યક્તિની મદદ કરતા જોવા મળી રહ્યા છે, તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવીએ.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રિક્ષાની સવારી કરે છે, આ રીક્ષા ઓટોમેટિક નહીં પરંતુ સાઇકલ દ્વારા ચાલતી રીક્ષા છે, એવામાં ખજરુભાઈ આ કાકાને રિક્ષાનું ભાડું વિશે પૂછે છે કે કેટલા રૂપિયા થાય છે તો આ કાકા 60 રૂપિયા કહે છે કે જે બાદ ખજુરભાઈ ખોટું ખોટું ભાવ ઓછો કરાવે છે જે બાદ આ કાકા ગરીબ છે પરંતુ એટલા બધા દિલદાર વ્યક્તિ છે કે તેઓ 60 માંથી 50 રૂપિયા કરી આપે છે.
જે બાદ પણ ખજુરભાઈ ઓછા કરવાનું કહે છે તો કાકા પોતાની દરિયાદિલી બતાવીને કહે છે કે તમારે જેટલા આપવા હોય એટલા આપો. આવું દ્રશ્ય સોશિયલ મીડિયા યુઝરો પણ આ કાકાના વખાણ કરવા લાગ્યા હતા એવામાં વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે ખજુરભાઈ 50 નહીં પરંતુ વધારે પૈસા આપે છે જેને કાકા લેવાનો ઇન્કાર કરે છે તો ખજુરભાઈ કહે છે કે લઇ લ્યો કાકા તમારી મેહનતના જ છે. બસ ખજુરભાઈનું આવું વર્તન જોઈને જ સૌ કોઈ ખજુરભાઈના વખાણ કર્યા હતા.