ખાખી ની ખુમારી ! વડોદરા માં ફરજ પર ના પોલીસ કર્મી એ માનવતા મહેકાવી ! ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ વખાણ કરતા કહ્યું કે…
ગુજરાત પોલીસ પોતાની ફરજ પુરી સેવા અને નિષ્ઠા ની સાથે બજાવતી જોવા મળે છે. ગમે તેવી પરિસ્થિતિ હોય ગુજરાત ની પોલીસ ખડેપગે જનતા ની સેવા માં ઉભી રહે છે. એટલે જ તો ગુજરાત પોલીસ ને રાષ્ટ્રપતિ ના વિશેષ સન્માન થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ માં ગુજરાત ના વડોદરા સીટી માંથી પોલીસ માં ફરજ બજાવતા એક પોલીસ કર્મી એ ખાખી ની ખુમારી દેખાડી દીધી છે. વડોદરા માં હાલમાં જ વાહનો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવી હતી.
આ સમયે એક યુવતી આમાં ભોગ બની હતી. અને યુવતી ઈજાગ્રસ્ત થઇ હતી. આ દરમિયાન સુરેરશભાઈ હિંગલાજિયા રાવપુરા એસ.એચ.ઈ. ટિમ ની PCR વેન માં ફરજ બજાવતા હતા તે દરમિયાન અચાનક જ આ ઘટના તેની સામે આવી. આ ઘટના માં યુવતી ઈજાગ્રસ્ત થતા સુરેશભાઈ PCR વેન માં ઈજાગ્રસ્ત યુવતી ને બેસાસડી ને સયાજી હોસ્પિટલે લઇ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ ની રાહ જોયા વગર જ તે યુવતી ને PCR વેન માં હોસ્પિટલ ખસેડી હતી.
સુરેશભાઈ એ માત્ર યુવતી ને હોસ્પિટલે જ ના ખસેડી. પરંતુ, હોસ્પિટલે પહોંચ્યા બાદ તેણે યુવતી ને PCR વેન માંથી તેડી ને બહાર ઉતારી અને સ્ટ્રેચર ની રાહ જોયા વગર જ યુવતી ને તેડી ને ઇમર્જન્સી વોર્ડ માં લઇ ગયા હતા. આ સુરેશભાઈ એ માનવતા ભર્યું કામ કર્યું હતું. સુરેશભાઈ હાલ પોલીસ માં ASI ની પોસ્ટ પર છે. આ ઘટના ની જાણ ગૃહમંત્રી હર્ષ સંઘવી ને થતા હર્ષ સંઘવી એ ટ્વીટ કરી ને લખ્યું કે, ”પોલીસ ફોર્સ ને સો સલામ પણ ઓછી પડે”.
સુરેશભાઈ ની કામગીરી ને જોઈ ને ગુજરાત ની જનતા તેના ખુબ વખાણ કરી રહી છે. એટલું જ નહીં સુરેશભાઈ રસ્તા પર ના રાહદારીઓ ની પણ એટલી જ મદદ કરતા હોય છે. ગુજરાત પોલીસ ની આવી કામગીરી ને સલામ છે. પૂર ની સ્થિતિ માં પણ ગુજરાત પોલીસ ના જવાનો લોકો ને બચાવતા જોવા મળે છે. જેના વિડીયો પણ અગાઉ વાયરલ થઇ ચૂકેલા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.