CBI ને સાત વર્ષ બાદ મોટા કેસ માં સફળતા મળી, રાષ્ટ્રીય સ્તર ના શૂટર ની હત્યા ના સાત વર્ષ બાદ હાઇકોર્ટ ના જજ ની પુત્રી ગિરફ્તાર…
તાજેતર માં એક ચીફ જસ્ટિસ ની પુત્રી ને પોલીસે ગિરફ્તાર કરી છે. કહેવાય છે ને પોલીસ ના ચંગુલ માંથી કોઈ બચી શકતું નથી. આ ચીફ જસ્ટિસ ની પુત્રી ની ધરપકડ એક હત્યા ના કેસ માં કરવામાં આવી છે. આ બહુ જૂનો કેસ છે. જેમાં 7-વર્ષ પહેલા રાસ્ટ્રીય સ્ટાર ના શૂટર અને અધિવક્તા એવા સુખમનપ્રિત સિદ્ધુ (સિપ્પી સિદ્ધુ) ની હત્યા ના સાત વર્ષ બાદ સી.બી.આય એ એક જજ ની પુત્રી ની ધરપકડ કરી છે.
સુખમનપ્રિત સિદ્ધુ ની હત્યા વર્ષ 2015 માં ચંદીગઢ ના સેક્ટર 27 માં એક ગાર્ડન માં ગોળીઓ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે સાત વર્ષ બાદ સી.આય.એ હિમાચલપ્રદેશ ના ઉચ્ચ ન્યાયાધીશ સબીના ની પુત્રી કલ્યાણી સિંહ ની ધરપકડ બુધવારે કરવામાં આવી છે. કલ્યાણી સિંહ ની પૂછપરછ માટે એજન્સી ને ચાર દિવસ ની રિમાન્ડ મળી છે.
સુખમનપ્રિત સિદ્ધુ શૂટર ઉપરાંત કોર્પોરેટ વકીલ પણ હતા. પોલીસ ની પ્રાથમિક તપાસ અનુસાર એને ચાર ગોળીઓ મારવામાં આવી હતી. આ બાબતે ચંદીગઢ પોલીસે સેક્ટર 26 માં આ બાબતે કેસ નોંધ્યો છે. સુખમનપ્રિત સિદ્ધુ 35 વર્ષ ના હતા. સુખમનપ્રિત સિદ્ધુ પંજાબ અને હરિયાણા ના પૂર્વ ન્યાયાધીશ એસ.એસ.સિદ્ધુ ના પૌત્ર હતા.
આ બાબતે 2016 ના વર્ષ માં આ કેસ ને સી.બી.આય. ને સોંપવામાં આવ્યો હતો. જેને લઇ ને સી.બી.આય.એ આની તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં કલ્યાણીસિંહ નું નામ સામે આવ્યું હતું. અને ત્યારબાદ તેને રિમાન્ડ પર મોકલવામાં આવી છે. આ બાબતે સી.બી.આય એ ન્યુઝ પેપર માં છપાવીને ગુનેગાર ને પકડવા ખબર છાપી કે, આમાં કોઈ મહિલા ની સંડોવણી છે. જો મહીલા તેનો ગુનો કબૂલ કરે તો તેની સજા ઓછી કરાવવામાં આવશે. પરંતુ તેમાં સી.બી.આય નિષ્ફળ રહી હતી. પરંતુ આખરે તો કલ્યાણી સિંહ ની ધરપકડ થઇ જ ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!