લગ્ન ના 15 દિવસ બાદ કન્યા સાસરે થી 5-તોલા ના ઘરેણાં લઇ ને થઇ ફરાર ! સાથે સાથે તેની નણંદ ને પણ…
પુષ્કર થી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક કન્યા એ લગ્ન કર્યા ના 15 દિવસ બાદ પોતાના પતિ ના ઘરે થી ઘરેણાં લઈ ને નાસી ગઈ ની ઘટના સામે આવી છે. સાથોસાથ તેની નણંદ ને પણ લાલચ આપી ને તેની સાથે ભગાડી મૂકી છે. સમગ્ર ઘટના એવી છે કે, શનિવાર ના રોજ પૂજા નામની કન્યા તેના પતિ ના ઘરે હતી. આ સમયે કન્યા ના સાસુ-સસરા અને તેની પુત્રી ઘરે હતા.
પૂજા એ તેના સાસુ-સસરા ને પૂજા એ એક રૂમ માં બંધ કરી દીધા. અને તે તેની સાથે ઘરેણાં લઇ ને પોતાની 12 વર્ષ ની નણંદ પ્રીતિ ને લાલચ આપી ને તેની સાથે ભગાડી મૂકી હતી. સાસુ-સસરા ઘર માંથી રાડો પડતા હતા. આ સમયે પાડોશી ઓ રૂમ નો દરવાજો ખોલી ને તેને બહાર કાઢ્યા હતા. બાદ માં પૂજા ની શોધખોળ શરુ કરી હતી. પરંતુ તે કઈ મળી ન આવતા. પરિવારે પોલીસ માં ફરિયાદ કરી હતી.
જાણવા મળ્યું કે, પૂજા ઝારખંડ ના જુમ્મા ના રામગઢ ની છે. તેના પતિ નું નામ યતુ છે. તેના પતિ યતુ ને બોલવામાં થોડી તકલીફ છે. માટે લગ્ન જીવન માં તેણે બોલવાને કારણે થોડી તકલીફ પડતી હતી. યતુ ના પિતા દયાપ્રકાસે આ બાબતે જણાવ્યું કે, ઘણા સમય થી પંકજ કુમાર તેના પરિચિત છે. તેણે યતુ ના લગ્ન કરવા માટે ઝારખંડ ની યુવતી નો સમ્પર્ક કર્યો. અને પૂજા સાથે લગ્ન કરાવ્યા.
લગ્ન ના ખર્ચ પેટે દયાપ્રકાશ પાસેથી 3.50 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પૂજા તેની સાથે 5-તોલા ના ઘરેણાં લઇ ને ફરાર થઇ ગઈ હતી. આ બાબતે પોલીસે સીસીટીવી ના ફૂટેજ ની તપાસ કરી તો, સવારે 10 વાગે રેલવે સ્ટેશન ના કેમેરા માં પૂજા અને તેની નણંદ પ્રીતિ જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું કે પૂજા અને પ્રીતિ પૂજા ના ઘર ઝારખંડ ગયા છે. પરિવાર ને ડર છે કે પૂજા તેની નણંદ ને કઈ નુકશાન ના પહોંચાડે. પુષ્કર પોલીસે ઝારખંડ ના રામગઢ પોલીસ નો સમ્પર્ક સાધ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!