કોઈ બહેનને આવી ઘડી ના જોવી પડે!! બહેન ભાઈને રાખડી બાંધે તેની પેહલા જ બની આ દુઃખદ ઘટના, ઘટના જાણી રડી પડશો….
રક્ષાબંધન ના તહેવાર પર દરેક બહેન ઇચ્છતી હોય છે કે તેના ભાઈ ની કલાઈ ખાલી ના રહે. જો ભાઈ દૂર હોય તો તે આવવાના પ્રયત્નો કરતી હોય છે. જો કોઈ કારણ થી આવાનું સંભવ ના થાય તો તે રાખડી મોકલી દેતી હોય છે. પરંતુ રાજકુમારી નો એકમાત્ર ભાઈ રાજકુમાર આ ખાસ અવસર પર તેમના થી દૂર થઈ ગયો છે. હવે તેનું આવવાનું સંભવ નથી. ગઈ રાત્રે હાઇવે પરની એક દુર્ઘટના માં તેનું મોત થઈ ગયું છે.
ભાઈ ના ગમમાં વિલાપ કરી રહેલ બહેન ના આંગળામાં રાખેલ તેમના શવને માથા પર ચૂમીને કલાઈ પર રક્ષાસૂત્ર બાંધ્યું. બિલારી ગામના ઢકીયા નરું ના ઉતરસિંહ ના એકમાત્ર દીકરા રાજકુમાર ઉર્ફ ટિંકું હતું. તે મુરાદાબાદ ના મજોલા માં ભાડાના મકાનમાં પત્ની રીના તથા બે બાળક લક્કી તથા ઋષિ ની સાથે રહેતા હતા ને મજૂરી કરીને પોતાનું જીવન પસાર કરતાં હતા. તેમની એકમાત્ર બહેન રાજકુમારી ના લગ્ન ચંદ્રોસિ થયા છે.
રાજકુમાર દોસ્ત ની બાઇક લઈને બુધવાર રાત્રે બિલારી પોતાના ઘરે આવી રહ્યો હતો. આગ્રા મુરાદાબાદ હાઇવે પર કુંદરકી થાણા ની પાસે અજ્ઞાત વાહન એ જપટમાં લઈ લીધો હતો. પોલીસ એ તેને મુરાદાબાદ ના જિલ્લા હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યો. જ્યાં ગુરુવારના રોજ તેનું કમકમાટીભર્યું અવસાન થઈ ગયું હતું. ભાઈને રાખડી બાંધવા માટે આવાની તૈયારી કરતી બહેન રાજકુમારીને જ્યારે આ ઘટના ની જાણકારી મળતા જ તે આઘાતમાં સરી ગઈ હતી.
પોસ્ટમોટમ બાદ જ્યારે શવને ઘરે લાવવામાં આવ્યો તો રાજકુમારી એ રાખડી બાંધવાની રસમ પણ નિભાવી હતી, વિલાપ કરી રહેલ સ્વજન ની વચ્ચે પોતાના ભાઈ નું માથું ચૂમીને તેના હાથ ની કલાઈમાં રક્ષા સૂત્ર બાંધ્યું. આ જોઈને ત્યાં હાજર ગામના લોકો પણ પોતાના આંસુને રોકી શક્યા નહીં. સુહાગ ના જતાં રહેવાથી રાજકુમાર ની પત્ની ની પણ સ્થિતિ ખરાબ જોવા મલી આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!