કોહલી, સચિન કે ધોની નહીં પણ આ પૂર્વ ક્રિકેટર છે સૌથી રૂપિયા વાળો ખિલાડી!! બંગલો છે અંબાણી કરતા પણ મોટો…
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જ પોતાની કમાણીને લઈને ચર્ચામાં જોવા મળી આવ્યા હતા. એક રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ 1000 કરોડ રૂપિયા થી વધારે સંપતિના માલિક છે. જોકે ઘણા રિપોર્ટ્સ નો દાવો છે કે કમાણી ની બાબતમાં વિરાટ કોહલી દુનિયાના સૌથી અમીર ક્રિકેટર છે. પરંતુ એક હજુ એવા ક્રિકેટર છે જે કોહલી જ નહીં પરંતુ સચિન તેંદુલકર અને મહેંદ્ર સિંહ ધોની કરતાં પણ અમીર છે. આટલુ જ નહીં તેમનું ઘર દિગ્ગજ ઉધ્યોગપતિ મુકેશ અંબાણિ ના ઘર કરતાં પણ મોટું છે.
અને આ પૂર્વ ક્રિકેટર નું નામ સમરજિત સિંહ રંજીતસિંહ ગાયકવાડ છે. સમરજિત સિંહ રણજીત સિંહ ગાયકવાડ એક રોયલ ફેમિલીથી આવે છે. 25 એપ્રિલ 1967 માં જન્મેલ સમરજિત સિંહ ગાયકવાડ ગુજરાતનાં બરોડા ના રાજા રહી ચૂક્યા છે. તેઓ પૂર્વ પ્રથમ શ્રેલી ના ક્રિકેટર રહ્યા છે અને તેમણે રણજીત ટ્રોફીમાં બરોડા નું પ્રતિનિધિત્વ કર્યું છે. શીર્ષ ક્રમ માં બલ્લેબાજ ના રૂપમાં છ પ્રથમ શ્રેળી માં રમી ચૂક્યા છે. તેમણે બરોડા ક્રિકેટ એસોશિએશન ના અધ્યક્ષ ના રૂપમાં પણ કામ કર્યું છે. સમરજિત સિંહ ગાયકવાડ એ રંજીતસિંહ પ્ર્તાપસિંહ ગાયકવાડ અને શુભાંગીની રાજેના એકમાત્ર દીકરા છે.
વર્ષ 2012 માં પોતાના પિતાના અવસાન બાદ તેમણે મહારાજાની પદવી સાંભળી હતી. સમરજિત સિંહ ગાયકવાડ દુનિયાના સૌથી મોટા ખાનગી નિવાસ લક્ષ્મી વિલાસ પેલેસ ના માલિક પણ છે અને બંકીધમ પેલેસ થી ચાર ગણું મોટું પેલેસ ધરાવે છે. સમરજિત સિંહ ગાયકવાડ ના લગ્ન રાધિકા રાજે સાથે થયા છે. તે વાકાનેર રાજઘર ના શાહી પરિવારથી તલલુક રાખે છે. હાઉસિંગ ડોટકોમ અનુસાર લક્ષ્મી વિલાસ પેલેસ 3,04,92,000 વર્ગ ફૂટ ના ક્ષેત્ર માં ફેલાયેલ છે. જ્યારે મુકેશ અંબાણિ નું એંટીલિયા 487800 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે.
લક્ષ્મી વિલાસ પેલેસમાં 170 થી વધારે રૂમ છે. ત્યાં જ બકિંધમ પેલેસ 828821 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. લક્ષ્મી વિલાસ પેલેસ નું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા 1890 માં કરાવવામાં આવ્યું હતું. આ આલીશાન મહેલ માં એક ગોલ્ફ કોર્સ પણ છે. સમરજિત સિંહ ગાયકવાડ ની સંપતિ તેમના ક્રિકેટ સમકક્ષો કરતાં ઘણી વધારે છે. તેમની સંપતિનું મૂલ્ય 20,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. પોતાના શાહી સ્થિતિ ની સાથે સાથે મહારાજા ગુજરાત અને બનારસ માં લગભગ 17 મંદિરો ના ટ્રસ્ટો ની દેખરેખ રાખવાની ભૂમિકા પણ નિભાવે છે. વિરાટ કોહલી હાલમાં વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે.
કોહલીને BCCI કોન્ટ્રાક્ટ હેઠળ A+ ગ્રેડ મળ્યો છે અને તેને બોર્ડ તરફથી વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય ટેસ્ટ મેચની ફી 15 લાખ રૂપિયા, ODIની ફી 6 લાખ રૂપિયા અને T20 મેચની ફી 3 લાખ રૂપિયા છે. કોહલી તેની IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી વાર્ષિક રૂ. 15 કરોડની કમાણી કરે છે. આટલી કમાણી સાથે તે વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે.જો આપણે ભારતના પૂર્વ ઓપનર સચિન તેંડુલકરની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે લગભગ 1,250 કરોડ રૂપિયા છે. તે જ સમયે, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીની કુલ સંપત્તિ આશરે રૂ. 1,040 હોવાનો અંદાજ છે.