India

હે ભગવાન !! વાલીઓને ચેતવી દેતી ઘટના, પિતાની ફક્ત આ નાની એવી વાતથી નારાજ થઇને યુવકે જેરના ઘુંટડા ભર્યા, સારવાર દરમિયાન મૌત…

Spread the love

હાલમાં આત્મહત્યા ના કિસ્સાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધતાં જોવા મળે છે. લોકો નાની નાની વાતોના આધારે જીવન ટુકવી લેતા હોય છે. હાલમાં નાનાં ગામડાથી લઈને મોટા શહેરો માં પણ લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામતા હોય છે હવે તો વિધ્યાર્થીઓ અને યુવાનોને પણ જો કોઈ વાતનું ખોટું લાગી જાય કે પ્રેમ પ્રકરણ સારું ના ચાલે તો તેઓ આવું ગંભીર પગલું ભરી લેતા હોય છે અને મોતને વ્હાલ કરતાં હોય છે.ત્યારે હાલમાં એવો જ એક ગમગીન કિસ્સો જોવા મળ્યો છે .

જેમાં બુધવારના રોજ મિર્જામુરાદ થી એક યુવાને પોતાના પિતાની વાતનું  ખોટું લાગી આવતા આત્મહત્યા કરીને જીવન ટુકવી લીધું છે. જેના અવસાન બાદ બે માસુમએ પિતાની છત્રછાયા ગુમાવી છે. અને ઘરનો ચિરાગ બુજી ગ્યો છે. સામે આવી રહેલ જાણકારી અનુસાર મિર્જામુરાદ ના ચક્રપાનપુર ગામના નિવાસી સિદ્ધનાથ સિંહ ના એકમાત્ર દીકરા વિનીત સિંહ એ 28 વર્ષની ઉમર ધરાવે છે અને ઘરે રહીને જ ખેતીનું કામ કરે છે તેને હપતાથી એક બાઇક લીધી હતી. અને હપ્તો જમા કરવા માટે પિતા પાસેથી પૈસા માંગી રહ્યો હતો.

અને પિતાએ પિસા આપવાની ના કહી દેતા વિનીત બજારથી ઝેર લઈને ઘરે આવીને પોતાના રૂમમાં જઈને ગટગટાવી ગયો હતો. પોતાના પતિને આમ રૂમમાં અચેત જોઈને વિનીત ની પત્ની નેહા એ જોરજોરથી બૂમો પાડીને ઘરના અન્ય લોકોને સૂચના આપી જેના પછી પરિવારના લોકો યુવક ને સારવાર માટે રોહનીયા ના લઠિયા બાઈપાસમાં આવેલ હેરિટેજ હોસ્પિટલ માં ગંભીર અવસ્થામાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં ગુરુવારના રોજ તેનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું.પરિવારના એક ના એક દીકરાનું આમ અવસાન થતાં પરિવારના લોકો શોકમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતો.

તો ત્યાં જ બે માસૂમ એ પિતાની છત્રછાયા ગુમાવી હતી.પરિવાર જનોની સૂચના મળતા જ પોલીસ એ યુવકના શવને કબ્જે લઈને પોસ્ટમોટમ માટે મોકલી દીધી છે. જાણવામાં આવ્યું છે કે મૃતક વિનીત સિંહ ને એક પુત્ર અક્ષત સિંહ (6 ) અને 7 મહિના નો બીજો પુત્ર વીર સિંહ પણ છે. મૃતકના મોતના સમાચાર મળતા જ તેમની પત્ની નેહા ભાગી પડી હતી અને તેમની માતા તથા પરિવારના લોકોનો રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી. ઘરના એકમાત્ર ચિરાગનું આમ અવસાન થતાં મૃતકના પિતા પોતાને કોસી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *