બે પ્રેમી પંખીડા એ તાપી નદીમાં પડી ને આપઘાત કર્યો. ઘરેથી ભાગી ગયેલ પ્રેમી….

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં અનેક જગ્યાએથી આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે,ત્યારે કેટલાક લોકો આર્થિક તંગીને કારણે મોતને વ્હાલુ કરતા હોય છે, તો કેટલાક લોકો પ્રેમમાં અસફળતા મળવાને કારણે મોતે વ્હાલુ કરતા હોય છે. ત્યારે કેટલાક લોકો એ માટે પણ આપઘાત કરતા હોય છે. ત્યારે હાલ એક પ્રેમી પંખીડાના આપઘાત કિસ્સો સામે આવ્યો છે.

હાલમાં જ એક એવા પ્રેમી પંખીડાઓએ સાથે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહિર ગામના પ્રેમી પંખીડા લગભગ સાત દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા, જે કુકરમુંડા ગામની સીમમાં તાપી નદીના કાવિઠા પુલની ઉપર મોટરસાયકલ મુકી અને બન્ને પ્રેમી-પંખીડા નદીમાં કૂદી પડયા હતા. હજુ સુધી તેમનો કોઈ પત્તો પણ મળ્યો નથી.

આ બંને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકામાં આવેલ વાણીવિહિર ગામના ગુરુદત્ત ભાઈ રાજેસિંગભાઈ પાડવી ઉ.આ.વ 26 અને એ ગામની તેમની પ્રેમિકા તનશ્રીબેન ગોસ્વામી ઉ.આ.વ. 19 હોવાનું સામે આવ્યું છે. આ બંને પ્રેમી પંખીડાઓ 7 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. સમાજના ડરના કારણે તેમને નદીમાં ઝમ્પલાવ્યું હોવાનું વાણી વિહિર ગામના જીતેન્દ્રભાઇ દોલત ભાઈ પાડવીએ નિઝર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *