એક જ પરિવારનાં 6-6 લોકોને લાગ્યો કરંટ. જોવો એ ઘટના કેવી રીતે બની.

મધ્યપ્રદેશ: મોત ક્યારે, કયાં સ્વરૂપમાં આવી જાય કશું કહી શકાય નહીં. હવે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં રવિવારે સવારે બનેલા આ મોટા અકસ્માતને લઈ લો. અહીં એક પછી એક જ પરિવારના 6 લોકો દુખદ મોતના ભોગ બન્યા છે. એક-બીજાનો જીવ બચાવવાનાં ચક્કરમાં આ બધાનો જીવ જતો રહ્યો હતો. તે બાદ, એક જ ઘરમાંથી 6 લોકોની અર્થી ઉઠી અને વૃદ્ધે તેના બધા સંબંધીઓને મુખાગ્નિ આપી હતી. આ દૃશ્ય જોઈને આખું ગામ રડી પડ્યું. દરેકની આંખો ભીની થઈ ગઈ. ચાલો આ દુખદાયક અકસ્માત વિશે વિગતવાર જણાવીએ.

પરિવારમાં એકલા બચેલા વૃદ્ધ જગન અહિરવાર કહે છેકે, રવિવારે સવારે આઠ વાગ્યે મારો મોટો પુત્ર નરેન્દ્ર અહિરવર (25) આવ્યો અને કહેવા લાગ્યો કે ચાલો આપણે સેપ્ટિક ટાંકી સાફ કરીએ. તેણે કહ્યું કે હું અંદર જઉં છું અને સાફ કરું છું, તમે લોકો મને બહારથી મદદ કરો. પરંતુ તે ટાંકીની અંદર ઉતરતાની સાથે જ તેને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા સાથે જ તેની ચીસો બહાર આવી, તે સાંભળીને નાનો પુત્ર વિજય તેને બચાવવા દોડી ગયો, પરંતુ તે પોતે પણ કરંટમાં ઝડપાયો. આમ મારા બંને પુત્રો મૃત્યુ પામ્યા.

વૃદ્ધે આગળ રડતાં કહ્યું કે ‘મારા બંને જુવાન પુત્રો આ દુનિયા છોડી ગયા છે, હું હવે જીવીને પછી શું કરીશ. મારી આકી દુનિયા નાશ પામી ગઈ. જગને વધુમાં જણાવ્યું છે કે બંને પુત્રો સિવાય મારા ત્રણ ભાઈઓ શંકર (34)રામપ્રસાદ (29)મિલન (28) અને કાકા લક્ષ્મણ આહિરવર (60) પણ એકબીજાને બચાવવાનો પ્રયાસમાં કરંટની ચપેટમાં આવ્યા હતા. હું પણ તેમને બચાવવા દોડ્યો, પરંતુ તે દરમિયાન કોઈએ વીજળી બંધ કરી દીધી. કરંટ હોવાને કારણે હું બળી ગયો. હવે મારો આખો પરિવાર બરબાદ થઈ ગયો ત્યારે આ રીતે જીવવાનો શું મતલબ છે. મારી નજર સામે બધું નાશ પામ્યું હતું અને હું કાંઈ કરી શક્યો નહીં.

જગને તેની દુખદ કથા સંભળાવતા કહ્યું કે મારા મોટા પુત્રના બાળકો હજી નાના છે, રડી-રડીને તેઓની ખરાબ હાલત થઈ ગઈ છે. જ્યારે, નરેન્દ્રના બે બાળકો 4 વર્ષ અને 2 વર્ષના છે. ત્યાં પુત્રવધૂ બેભાન અવસ્થામાં પડી છે. વચ્ચે, જ્યારે પણ તેણીને હોશમાં આવે છે, તો રડવાનું શરૂ કરે છે અને પછી બેહોશ થઈ જાય છે. અમે નાના ભાઈ વિજયના લગ્ન માટે પણ છોકરી શોધી રહ્યા હતા. પરંતુ અમે લોકો જાણતા ન હતાકે, અમારી ટાંકી જ આમારા પરિવાર માટે મોતનો કુવો બની જશે.

આ ઘટના બાદ આખા ગામમાં શોકની લાગણી છવાઇ છે. બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહુવા ઝાલા ગામમાં શૌચાલયો બનાવવા માટે જમીન ખોદતી વખતે એવા સમાચાર મળ્યા છે કે અહિરવર સમાજના 6 લોકોનું મોત કરંટ લાગવાના કારણે થયું છે અમે તેમના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ભગવાન પરિવારના સભ્યોને નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *