પિતા ના જન્મ દિવસ નિમિતે કિંજલ દવે એ પિતા લલિત દવે ને આપી શાનદાર ભેટ…જુઓ વિડીયો.
ગુજરાત ની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે. ગુજરાત ના લોકો માં ખુબ જ પ્રિય કલાકાર છે. કિંજલ દવે એ ઘણા બધા પ્રોગ્રામો આપ્યા છે. તેનું ગાયેલું ગીત ચાર ચાર બગડી વાળી ગાડી લોકો નું ખુબ જ પ્રિય ગીત છે. કિંજલ દવે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર મુકતા જ હોય છે. હાલમાં કિંજલ દવે ના પિતા લલિત દવે નો જન્મ દિવસ હતો. તેને પોતાના પિતા ના જન્મદિવસ ને યાદગાર બનાવવા ખુબ જ સારી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો.
પિતાના જન્મદિવસ ની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. અને પિતા ને ખુબ જ સારી ભેટ આપી હતી. જેનો વિડીયો કિંજલ દવે ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળે છે. પિતા ના જન્મદિવસ નિમિતે એક શાનદાર કેક મંગાવવામાં આવ્યું હતું. અને પિતા-પુત્રી કેક સામે ઉભા રહી ફોટા પડાવે છે. બાદ માં કિંજલ દવે પિતા ને એક સોનાનુ પેન્ડલ ગિફ્ટ માં આપે છે.
પિતા પણ ગિફ્ટ જોઈ ને ખુબ જ ખુશ થઇ જાય છે. કિંજલ દવે એ પિતા ને ચેહર માતા નું પેન્ડલ ગિફ્ટ માં આપણે હતું. લલિત દવે ના જન્મદિવસ નિમિતે ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પિતા ના જન્મદિવસ નિમિતે કિંજલ દવે એ જે વિડીયો મુકેલો છે. તેમાં જોઈ શકાય છે કે પિતા અને પુત્ર ની જે યાદગાર વાતો છે તેને વિડીયો માં મુકેલ છે. જુઓ વિડીયો.
View this post on Instagram
કિંજલ દવે ના ભાઈ આકાશ દવે એ પણ પિતા ના જન્મદિવસ નિમિતે ઘણા બધા ફોટા શેર કર્યા હતા. કિંજલ દવે ના ભાવિ પતિ પવન જોશી પણ ફોટા વાળી એક ફ્રેમ માં જોવા મળે છે. કિંજલ દવે ની સૌથી નજીક જો કોઈ હોય તો તે છે તેના પિતા. નાનપણ થી જ પિતા એ કિંજલ દવે ને પિતા એ ખુબ જ સપોર્ટ કરેલો છે. કિંજલ દવે આજે ખુબ જ પ્રોગ્રામો આપે છે. અને લોકો ને માટે ખુબ જ સારા ગીતો ગાતા હોય છે.
ગુજરાત ના મોટા મોટા કલાકારો માં કિંજલ દવે નું નામ મોખરે છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.