Gujarat

અંબાજી ખાતે અંબા માં ના મંદિર માં ભક્તે દાન કર્યું સોનાનું મુંગટ…કિંમત 5-લાખ થી પણ વધુ…જુઓ ફોટા.

Spread the love

51 શક્તિપીઠો માનું એક ગુજરાત ના બનાસકાંઠા માં આવેલું અંબા માં નું પવિત્ર યાત્રાધામ શ્રદ્ધાળુઓ માટે શ્રધા અને આસ્થા નું કેન્દ્ર છે.પુરા ભારત માંથી લોકો અંબા માં ના દર્શન કરવા માટે આવે છે. માં અંબા બધા ભક્તો ની મનોકામના પુરી કરે છે. અંબા માં ના ધામ માં માતા ના ભક્તો દ્વાર પુસ્કળ દાન કરવામાં આવતું હોય છે. કેટલાક ભક્તો સોનાનું દાન કરતા પણ નજરે ચડે છે. હાલમાં જ ફરી એક વાર એક પરિવાર દ્વારા માતા ને માટે સોનાના મુંગટ નું દાન કરવામાં આવ્યું છે.

અમદાવાદ ના એક ભક્ત દ્વારા માતાજી ના મંદિર માં સોનાના ના મુંગટ નું દાન કર્યું છે. આ મુંગટ ની કિંમત 5-લાખ 18-હજાર રૂપિયા છે. માતા ના મંદિર માં સોનાનો પ્રવાહ સતત ચાલુ જ રહે છે. માતા ના મંદિર નો ઉપર નો ભાગ પણ સોનાનો જ છે. ભક્તો મંદિર માં આવતા જ ”બોલ માડી અંબે જય જય અંબે” ના નાદ સાથે મંદિર નું ગુંજાવી દેતા હોય છે.

અમદાવાદ ના આ ભક્ત દ્વારા જે મુંગટ આપ્યું છે તે 118.75 ગ્રામ નું છે. અનેક ભક્તો ની મન ની ઈચ્છા પુરી થતા તે માંતા ના ધામ સોનાની વસ્તુઓ કે બીજી અન્ય વસ્તુ નું દાન કરતા હોય છે. આ અગાઉ લુણાવાડા ના એક ભક્ત દ્વારા માતા ના મંદિરે સોનાનો મુંગટ દાન કર્યો હતો તેની કિંમત 3,48,672 રૂપિયા હતી. અને જે 72.640 મિલીગ્રામ નો હતો.

અમુક ભક્તો મંદિર માં દાન કરીને પોતાનું નામ ગુપ્ત રાખતા હોય છે. આ પહેલા એક ભક્ત દ્વારા 500-ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું હતું. અને અંબા માતા ના મંદિર ના શિખર સોનાનું બનાવવા માટે ભક્ત દ્વારા 24-લાખ 50-હજાર નું દાન કરવામાં આવ્યું હતું. લોકો સાચા મન થી જે પણ ઇરછા પ્રગટ કરે તે માતા પુરી કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *