ગુજરાત માં છેલ્લા 5-વર્ષ માં અકસ્માત માં થયેલા મૃત્યુ ના ડરામણા આંકડા સામે આવ્યા…તમે પણ ચોકી ઉઠશે.
ગુજરાત માં દિનપ્રતિદિન અકસ્માત થવાના કિસ્સાઓ ખુબ જ બહોળા પ્રમાણમાં વધી રહ્યા છે. ગુજરાત માં વારંવાર અકસ્માત સામે આવતા જ રહે છે. ક્યારેક ફૂલ સ્પીડે વાહન આવતા હોય અને રાહદારીઓ ને અથડાય ને ગાડી ચાલી જાય છે. તો ક્યારેક બે વાહનો સામસામે અથડાતા હોય છે. લોકો અકસ્માત માં મૃત્યુ નો ભોગ બને છે. અકસ્માત માં મૃત્યુ પામેલા ના આંકડા જોઈ ને તમે પણ ચોકી ઉઠશો. કે ગુજરાત માં એટલા બધા મૃત્યુ તો માત્ર અકસ્માત ને લીધે જ થયા છે.
કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રાલયે માર્ગ અંગે અકસ્માત ના આંકડા જાહેર કરેલા છે. જેમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. 6789 લોકો ના મૃત્યુ હેલ્મેટ નહીં પહેરવાથી થયા છે. અને 4697 લોકો ના મૃત્યુ સીટબેલ્ટ નહીં પહેરવાથી થયા છે. ગુજરાત મા હેલ્મેટ નો કાયદો ફરજીયાત હોવા છતાં લોકો હેલ્મેટ પહેરતા જોવા મળતા નથી. અને અકસ્માત નો ભોગ બને છે. છેલ્લા 5-વર્ષ માં ગુજરાત મા 6683 લોકો અકસ્માત માં હેલ્મેટ નહીં પહેર્યા હોવાથી મોત થયા છે.
જેમાં 2382 લોકો ના મોત ગરદન અને માથા ના ભાગે ઈજાઓ થવાથી થયા હતા. ગુજરાત માં ટુ વહીલર માં પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજીયાત છે પણ લોકો પહેરતા જોવા મળતા નથી. છેલ્લા 5-વર્ષ માં હેલ્મેટ અને સીટબેલ્ટ નહીં પહેરવાના લીધે થયેલા મોત ના આંકડા જોવી તો, 2016 માં 211 ના મોત, 2017 માં 2036 મોત, 2018 માં 2875 ના મોત.
2019 માં 3460 ના મોત અને 2020 માં 2904 લોકો ના મોત થઇ ચુક્યા છે. આ આંકડો ખરેખર ડરામણો છે. સરકાર દ્વારા ફરજીયાત કાયદાઓ લાગુ થવા છતાં પણ લોકો બેદરકારી ના કારણે હેલ્મેટ, સીટબેલ્ટ પહેરતા નથી અને મોત ને ભેટે છે. સરકાર દ્વારા આ બાબતે દંડ પણ વસુલવામાં આવે છે. છતાં પણ લોકો બેદરકારી જ દાખવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!