ગુજરાત માં ચર્ચિત શમાં બિંદુ ના આત્મવિવાહ ને લઇ ને વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખે આપ્યું મોટું નિવેદન…જાણો વિગતે.
ગુજરાત મા હાલ માં લગ્ન ની સીઝન ધામધૂમ થી ચાલી રહી છે. એવામાં વડોદરા ની 24-વર્ષીય યુવતી શમા બિંદુ એ પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય થી આખા ગુજરાત માં ભારે ચર્ચા થવા પામી છે. વડોદરા ના સુભાનપુરા વિસ્તાર માં રહેતી 24-વર્ષ ની શમા બિંદુ આગામી 11-જૂને લગ્ન કરે છે. લગ્ન પણ પોતાની જાત સાથે કરે છે.
શમા બિંદુ એ પોતાની જાત સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેના લગ્ન હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે જ થશે. ફેરાથી માંડી ને બધી જ વિધિ કરવામાં આવશે. પણ તેના લગ્ન માં વરરાજા નહીં હોય. તેની ઈચ્છા નાનપણ થી એવી હતી કે, તે એક વાર દુલ્હન બને પણ સાથો સાથ નાનપણ થી તે વિચારતી હતી કે તે લગ્ન નહીં કરે. તેને કહ્યું કે તેની નાનપણ ની ઈચ્છા પુરી થવા જય રહી છે.
આ મામલે વડોદરા ના ભાજપ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ મેયર રહી ચૂકેલા સુનિતાબહેન શુકલા એ જણાવ્યું કે, શમા જે જગ્યા એ લગ્ન કરશે તે જગ્યા યોગ્ય નથી. એટલે કે શમા હરેશ્વર મહાદેવ ના મંદિરે લગ્ન કરવા ઈચ્છે છે. પણ સુનિતાબહેને કહ્યું કે તે તેના લગ્ન મહાદેવ ના મંદિર માં થવા નહીં દે. વડોદરા ના કોઈ પણ મંદિર માં તેના લગ્ન થવા નહીં દે.
તેને કહ્યું કે તેને લગ્ન કરવા હોય તો, કોઈ મેરેજ હોલ, બેંકેવેટ, વિદેશ માં જય ને લગ્ન કરે પણ મંદિર માં લગ્ન નહિ કરવા દે. સુનિતાબહેને વધુ માં જણાવ્યું કે, આ યુવતી વિકૃત માનસિકતા ધરાવતી લાગે છે. તે મન્દીર માં જો લગ્ન કરશે તો મંદિર ની સંસ્કૃતિ ને ઠેશ પહોંચશે. આ બાબતે મહિલા સુરક્ષા સમિતિ ના ગુજરાત ના ચેરપર્શન શોભનાબહેન રાવલે જણાવ્યું કે, યુવતી ને જે ઠીક લાગે તે કરે. યુવતી ને જે યોગ્ય લાગે તે કરી શેક છે. તેને આટલો મોટો નિર્ણય કર્યો છે તો આપણે તેને સહકાર આપવો જોઈ એ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!