સુરત- પોલીસ ની નજર ચુકવી ચાર બાંગ્લાદેશી મહિલાઓ શેલ્ટર હોમમાંથી ફરાર…પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા.
ગુજરાત ના સૂરત ખાતે થી એક ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસ ના શેલ્ટર હોમ માંથી 4-બાંગ્લાદેશી મહિલાઓ નાસી ગઈ છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, સુરત ના કામરેજ પોલીસ દ્વારા 2021 ના ઓગસ્ટ મહિનામાં ચાર બાંગ્લાદેશી મહિલાઓ ને ઝડપી લેવામાં આવી હતી. આ મહિલાઓ ખોલવડ થી ઝડપાઈ હતી.
આ ચાર ઝડપાયેલી મહિલા સુરત જિલ્લા પોલીસ ના ઘલુડી ખાતે આવેલા પોલીસ હેડ ક્વૉર્ટર્સ ના કમ્પાઉન્ડ માં બનાવવામાં આવેલ શેલ્ટર હોમ માં રહેતી હતી. આ ચારેય બપોર ના સમયે નાસી છુટ્ટી હતી. આ વાત ની પોલીસ ને જાણ થતા પોલીસે તેને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. કામરેજ પોલીસ અને એસ.ઓ.જી ની ટિમ આ બાબતે મહિલાઓ ને પકડવા કામે લાગી છે.
ફરાર થઇ ગયેલ મહિલાઓ ના નામ, દિયા હજરત અલી વિશ્વાસ (20-વર્ષ), લુબની બેગમ લાલન મુલ્લા (22-વર્ષ), હાસી મુલ્લા લીટ મુલ્લા (20-વર્ષ) અને સુમૈયા ઉફે રૂપાલી અકબર હુસૈન શેખ નો સમાવેશ થાય છે. આ બાબતે વધુ વિગતે જાણવા મળ્યું કે, શેલ્ટર હોમ માં સીસીટીવી કેમેરા ની વ્યવસ્થાઓ નોતી આથી તે મહિલાઓ ભાગવામાં સફળ રહી છે. પોલીસ શોધખોળ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!