ઘર ની મુશ્કેલી દૂર કરવાના બહાને આવેલ તાંત્રિકે મહિલા ની એકલતાનો લાભ ઉઠાવી મહિલા ને નિઃવસ્ત્ર કરી એવી હરકત કરી કે.
આપણા સમાજમાં થી અનેક એવી વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે. કે જેને સાંભળી ને આપણે લોકો હચમચી જતા હોઈએ. આપણા સમાજ માં હજી એવા કેટલાક લોકો છે કે જે તાંત્રિક વિધિ માં માને છે. કેટલોક એવો સમાજ છે કે જે તાંત્રિક વિધિમાં માનતો નથી. તો કેટલોક એવો સમાજ છે કે જે તાંત્રિક વિધિમાં માને છે. એટલે કે ઘરે નાના મોટા ઝઘડાઓ થતા હોય કે પોતાના કામ ધંધામાં કઈ એવું નુકસાન થતું હોય તો તાંત્રિકો ને બોલાવીને તેની વિધિ કરાવતા હોય છે.
પરંતુ આપણા સમાજ માં અનેક એવા તાંત્રિકો હોય છે કે જે ખરેખર સાચા મનના હોય છે. અને આવા તાંત્રિકો ભાગ્યે જ દર્શન આપતા હોય છે. પરંતુ અનેક એવા તાંત્રિકો હોય છે કે જે લોકો ને લૂંટવા બેસેલા હોય છે. અને એવી એવી હરકતો કરી બેસતા હોય છે કે લોકો એની વા તમાં ભોળવાઈ જતા હોય છે અને તે ન કરવાનું કરી બેસતા હોય છે. એવી જ એક ઘટના તાંત્રિક ની સામે આવી છે. જેમાં પરિવારમાં ચાલતી મુશ્કેલી દૂર કરવા એક વ્યક્તિ એ પોતાના ઘર પર એક તાંત્રિક ને બોલાવ્યો હતો.
પરંતુ તાંત્રિકે ઘર ની વહુ સાથે એવી હરકત કરી કે તમે જાણીને પણ હચમચી જશો. આ કિસ્સો અમદાવાદ શહેર ના વસ્ત્રાલ વિસ્તારમાં થી સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ એ પ્રવિણસિંહ ગોર નામના તાંત્રિક ને પોતાના ઘરે મુશ્કેલી દૂર કરવા માટે બોલાવ્યા હતા. આ સમયે આરોપી ઘરના બેડરૂમ માં પતિ અને પત્ની તથા તેના દીકરાને ભોય તળિયે બેસાડ્યા અને તેમના ઉપરથી લીંબુ ઉતારીને આ લીંબુને ચાર રસ્તા ઉપર નાખવા પતિ અને દીકરાને મોકલ્યા હતા.
જ્યારે પતિ અને તેનો દીકરો લીંબુ ને ચાર રસ્તે નાખવા ગયા. ત્યારે આરોપી એ મહિલાની એકલતાનો ફાયદો ઉઠાવ્યો. અને બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. આ તાંત્રિકે મહિલા સાથે શારીરિક અડપલા શરૂ કરી દીધા હતા. મહિલા બૂમાબૂમ પાડતી હતી તો આ તાંત્રિકે મહિલા ના મોઢા ઉપર ડૂચો દઈ દીધો હતો. અને જબરદસ્તીથી બાથમાં ભીડી લઈને તેને નીવસ્ત્ર કરી દીધી હતી. મહિલાએ આ તાંત્રિક ના ચંગુલ માંથી પોતાની છોડાવી અને ઘર બેડરૂમ નો દરવાજો ખોલીને બહાર ભાગી આવી હતી.
જે બાદ આરોપી તાંત્રિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલા એ તેના પતિને આ વાત કરતા પતિ આ બાબતની જાણ પોલીસને કરી હતી. અને આ બાબતે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપી તાંત્રિક ને પકડવા ચક્ર ગતિમાન કર્યા હતા. જાણવા મળ્યું કે આરોપી અને ફરિયાદી પતિ એક વર્ષ થી એકબીજા ના સંપર્કમાં હતા. એટલે કે તે બંને એકબીજા ને જાણતા પણ હતા. પરંતુ આ આરોપીએ મહિલાને એકલતાનો લાભ લઈને આવી ગંદી હરકત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!