Gujarat

એક સમય ના મહિલા વકીલ ગામમાં નિઃવસ્ત્ર ફરતા ખજુરભાઈ તેમને મળવા ગયા કારણ જાણી તે પણ રડી પડ્યા, જુઓ વિડીયો.

Spread the love

ગુજરાતમાં નિરાધારો ની મદદ કરતા એવા ખજૂર ભાઈ એટલે કે લોકલાડીલા નીતિનભાઈ જાની. ગુજરાતમાં ગામડે ગામડે નિરાધાર લોકોને ઘર બનાવી આપીને એક પુણ્યનું કામ કમાય છે. થોડા સમય પહેલા ગોંડલના એક નાના એવા ગામમાં નવ દિવ્યાંગ બાળકોના માતા-પિતાને બાળકો માટે ઘર બનાવી આપ્યું હતું. 9 દિવ્યાંગ બાળકોને ઘર બનાવી આપ્યા બાદ તેના વાસ્તુપૂજન કર્યા બાદ તેઓ ગોંડલના સુલતાનપુરા ગામોમાં આવ્યા હતા.

જ્યાં તેમને માહિતી મળી કે રસીલાબેન નામના એક દિવ્યાંગ મહિલા તેના ભાઈ સાથે તૂટેલા ફૂટેલા મકાનમાં રહે છે. રસીલા બહેનની માનસિક હાલત ખૂબ જ ખરાબ હતી. પરંતુ જાણવા મળ્યું કે રસીલા બહેન સુલતાનપુરા ગામમાંથી એકમાત્ર મહિલા વકીલ બન્યા હતા. તેની પાછળનું કારણ જાણીને ખજૂર ભાઈને આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા. વધુ વિગતે વાત કરીએ તો માનસિક હાલત બગડતા રસીલા બહેન તેના ભાઈ જીતુભાઈ સાથે રહે છે.

જીતુભાઈ કે જેવો રીક્ષા ચલાવતા હતા. પરંતુ તેમની પત્ની 25 વર્ષ પહેલા તેને છોડીને ચાલી ગઈ ત્યારબાદ જીતુભાઈ ની બહેન કે જેવો વકીલ હતા તેઓની માનસિક હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને તેઓ આખા ગામમાં ની નિઃવસ્ત્ર રખડતા ભટકતા હોય છે તેવું જાણવા મળ્યું હતું. જીતુભાઈ અને તેની બહેન સાથે રહે છે. જીતુભાઈ ને આંખમાં મોતિયો હોવા છતાં રિક્ષા ચલાવતા પરંતુ આંખના ઓપરેશન ન થવાને કારણે તેઓ રિક્ષા ચલાવવાનું પણ છોડી દીધું હતું.

આથી તેઓ આર્થિક રીતે પણ ભાંગી પડ્યા હતા. પરિવારની મદદ કરવા પહોંચેલા ખજૂર ભાઈએ કહ્યું કે તેઓ જીતુભાઈ ને આંખનું ઓપરેશન પણ કરાવી આપશે. તેમને રોજગારીની સગવડ પણ કરી આપશે અને ખજૂર ભાઈએ જીતુભાઈના બહેન કે જેઓની માનસિક હાલત ખરાબ છે તેવા રસીલા બહેન ને સારી હોસ્પિટલમાં સારવાર કરાવવાની પણ જવાબદારી ઉઠાવી હતી.

રસીલા બહેન પહેલા વકીલ હતા અને સાથે સાથે ગામના છોકરાઓને ટ્યુશન પણ કરાવતા હતા. પરંતુ તેમના ભાઈની પત્ની તેમને છોડીને ચાલી જતા તેમની આવી હાલત થઈ હતી અને તેમનું ઘર પણ ખૂબ જ દયની હાલતમાં હતું. તેથી ખજૂર ભાઈ તેમના ઘર બનાવવાની જવાબદારી પણ ઉઠાવી હતી. આમ એક સુંદર કાર્ય ખજૂર ભાઈએ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *