દુનિયાનું એક એવું અનોખું જીલ જેનું પાણીનો રંગ આપોઆપ જ બદલાય જાય છે ! કારણ જાણી માથું ખંજવાળતા થઇ જશો..જાણો
પકૃતિ પોતાનામાં જ ઘણા રહસ્યો ને છુપાવીને જોવા મળતી હોય છે. ઘણા રહસ્યો તો એવા જોવા મળી જતાં હોય છે કે જે ઇચ્છતા હોવા છતાં જાણી શકતા નથી. ઊંચા પહાડો, ઝરણા, તળાવો, ઝાડ અને વૃક્ષ નું સૌંદર્ય નિહારતા સમય કઈ રીતે પસાર થઈ જાય છે, આજે અમે તમને પકૃતિ ની એક એવી રહસ્યમઇ નદી ની વિષે જાણકારી આપવા જય રહ્યા છીએ. જે સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો. નૈનીતાલ માં એક એવું તળાવ છે કે જેને બહુ જ રહસ્યમઇ માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આ તળાવ નું પાણી ઘણીવાર લાલ તો ક્યારેક નીલા રંગનું તો ક્યારેક કાળા રંગનું જોવા મળી જાય છે. આટલું જ નહીં આ પાણી ક્યારેક ક્યારેક ગરમ પણ થઈ જાય છે. વાસ્તવમાં ઉતરાખંડ ના મશહૂર ટુરિઝમ પ્લેર્સ નૈનીતાલ માં એક તળાવ આવેલ છે જે રહસ્યમઇ રીતે રંગ બદલવા માટે જાણીતું બન્યું છે. તમને કદાચ આ વાત પર વિશ્વાસ નહીં થાય પરંતુ આ હકીકત છે.
આ તળાવ નું પાણી, કાળું તો ક્યારેક લીલું તો ક્યારેક નીલા રંગનું જોવા મળી જાય છે. તો આવો જાણીએ આ કઈ નદી છે અને આની ખાસિયત શું છે.નૈનીતાલ જે પોતાની પાકૃતિક સૌદર્ય માટે જાણીતું બન્યું છે. જ્યાં ભીમતાલ, સાતતાલ, નૌકુચીયાતાલ તથા કમલ તાલ જેવા બહુ બધા તળાવો આવેલ છે. પરંતુ અમે જે તળાવની વાત કરી રહયા છીએ તે 15 કિમી ની દૂરી પર આવેલ છે. તેનું નામ ખુપાર્તાલ તળાવ છે.
જે સમુદ્ર તળ થી લગભગ 1 હજાર મીટર થી વધારે ઇંચાઈ પર આવેલ છે.આ તળાવ ની આસપાસ નું વાતાવરણ પણ બહુ જ આકર્ષિત છે. ચારે બાજુ તળાવ તથા દેવદાર ના વૃક્ષો જોવા મળી જાય છે. આ તળાવ ને એટલા માટે રહસ્યમઇ તળાવ કહેવામા આવે છે કે આ તળાવ ના પાણી ના રંગમાં સતત પરીવર્તન થતું જોવા મળે છે. ક્યારેક આ તળાવનું પાણી લીલા રંગનું હોય છે તો ક્યારેક લાલ તો ક્યારેક નીલા રંગનું જોવા મળી જાય છે.
તળાવના પાણી નો રંગ બદલવા વિષે ત્યના લોકો એ કહે છે કે તળાવ ની અંદર લગભગ 40 થી વધારે પ્રકાર ના શેવાળ છે. આથી જે સમય એ સેવાળ ના બીજ બને છે ત્યારે તળાવ નો કલર બદલાઈ જાય છે. ક્યારેક ક્યારેક આ તળાવ નું પાણી ગરમ પણ થતું હોય છે જેના કારે ઘણીવાર લોકો આ તળાવ ને ગરમ પાણી નું તળાવ પણ કહેતા હોય છે.
પકૃતિક સૌદર્ય ની વચ્ચે આવેલ ખુર્પાતાલ તળાવ ની પાસે સીડીદાર ખેતરો, ઘણું જંગલ વગેરે જોવા મલી જાય છે. અહી લોકો હરવા ફરવા માટે પ આવતા હોય છે. અહીનું વાતાવરણ બહુ જ શાંતિમય જોવા મળી જાય છે. કહેવામા આવે છે કે આ તળાવમાં તમે બોટિંગ તથા ટુરિસ્ટ એક્ટિવિટી કરી શકતા નથી . જો તમે અહી આવવા માંગો છો તો નૈનીતાલ થી બસ અથવા ટેક્સી પકડીને અહી આવી શકો છો.