GujaratIndia

ધોરણ-10 મા માત્ર 58% મેળવનાર. દાહોદ ના એકમાત્ર વ્યક્તિ કે જે IPS બન્યા. આજે તેના નામથી આંતકવાદી કાપે છે, હાલ તે…

Spread the love

આજકાલના યુવાનોમાં ખાસ તો ભારતીય સેનામાં જોડાવવાનું અને પોલીસની વર્દી ખાખી પહેરવાનું એક બાળપણનું સપનું હોય છે. યુવાનો રાત દિવસ એક કરીને કાં તો ભારતીય સેનામાં જોડાય છે અથવા તો ખાખી વર્દી પહેરીને પોતાનો સપનું પૂરું કરતા હોય છે. આવું જ એક સપનું જોનાર ગુજરાતના પછાત જિલ્લા દાહોદ માંથી ધુમન નિંબાળે નામના વ્યક્તિનું હતું. જે આજે આઈપીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

તેના જીવનની કહાની જાણીને પણ ચોકી ઉઠશો. ઘ્રુમન નીંબાળે કે જે દાહોદ જિલ્લાના રહેવાસી છે. તે પોતાની નિશાળના જીવનમાં છેલ્લી પાટલી પર બેસતા હતા. ધોરણ 10 એસએસસીમાં માત્ર અને માત્ર 58% મેળવેલ અને આજે તે આઇપીએસ ઓફિસર બનીને પોતાનું સપનું સાકાર કર્યું. સાથે સાથ પરિવાર અને પોતાના ગામનું પણ નામ રોશન કર્યું છે. આ આઇપીએસ ઓફિસરની હિંમત ખરેખર કાબીલ એ તારીફ છે.

ઘ્રુમન નીંબાળે નોકરી કરતા કરતા ત્રણ પરીક્ષામાં આઈપીએસ માં ફેલ થયા. અંતે ચોથા પ્રયાસે તેને યુપીએસસી પરીક્ષા પાસ કરીને વર્ષ 2010માં આઈપીએસ તરીકે પંજાબ કેડરમાં જોડાયા હતા. અને હાલમાં તેઓ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી માં એસપીના પદ પર પોતાની ફરજ બચાવી રહ્યા છે. એન.આય.એ ની વાત કરવામાં આવે તો ત્રાસવાદી અને આંતકવાદી વિરોધી કેસની તપાસ કરતી એક પ્રીમિયર સંસ્થા છે. ગુજરાતના જિલ્લા દાહોદના આ એકમાત્ર વ્યક્તિ છે કે જેને કેન્દ્રીય સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી હોય.

ઘ્રુમન નીંબાળે ની વાત કરવામાં આવે તો તે પંજાબના તારણ તારણ જિલ્લામાં એસએસપી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એક મોટા મર્ડર કેસ ની તપાસ તેમના માથે હતી. તે જણાવે છે કે તે કેસમાં તેને લગભગ 3,200 કરતાં વધારે સીસીટીવી કેમેરા જોયા. અને જે લુધિયાણા સુધી 143 કિલોમીટરના રૂટ પર ફેલાયેલા હતા. એના દ્વારા આરોપીઓને આઠ દિવસમાં ઓળખીને 12 દિવસમાં ધરપકડ કરી લીધી હતી. કે જે આંતકવાદી વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. જે બાદ એન.આય.એ એ તેની તપાસને પણ વખાણી હતી. આમ એક સફળ યુવાનની આ તેમની એક ઓળખ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *