ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવા બે મિત્રો પિત્ઝા ખાવા ગયા..ત્યારે પિત્ઝા માંથી એવું નીકળ્યું કે, એક મીત્ર ને હોસ્પિટલ માં…
આજના જમાનામાં લોકો બહારનું ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. વાર તહેવાર હોય એટલે બહાર હોટલમાં ગ્રાહકોની મોટી મોટી લાઈનો લાગી જતી હોય છે. એવામાં કેટલીક દુકાનોમાં તો લોભામણી જાહેરાતો પણ આપવામાં આવતી હોય છે. એવામાં તહેવારો માં તો ખાસ આવી લોભામણી જાહેરાતોનો રાફડો ફાટી નીકળતો હોય છે. તહેવારોમાં ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડા પાડીને નકલી ચીજ વસ્તુઓ કે ખાવા પીવાનું વેચાણ કરતાં વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવતી હોય છે.
હાલમાં ફ્રેન્ડશીપ ડે ગયો ત્યારે એક અજુગતિ ઘટના બની છે. બે મિત્રોએ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવા માટે પીઝા હટ માં પીઝા ખાવા ગયા હતા. જ્યાં થયું એવું કે… વધુ વિગતે જાણીએ તો ગાંધીનગરના કુડાસણ મા આવેલી પીઝા હટ માં મિતેશ વઘાસિયા અને તેમના મિત્ર હિમાંશુ બાયડ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવા પીઝા હટ માં પીઝા ખાવા ગયા. જ્યાં તેમણે પિઝા, ગાર્લિક બ્રેડ સહિત અનેક અવનવી આઈટમ મંગાવી હતી. પીઝા નો ઓર્ડર આપ્યા બાદ તે બાબતનું બિલ પણ ચૂકવી દીધું હતું.
ઓર્ડરની રાહ જોઈને બેઠેલા હતા. ત્યાં વેઇટર તેમના ટેબલ ઉપર પ્લેટ મૂકી ગયો. બંને મિત્રોએ પ્લેટ માં જોયું તો ઢગલા બંધ મરેલા મચ્છરો પ્લેટ માં મરેલા પડ્યા હતા. જે બાદ આ બાબતની જાણ વેઇટરને કરતા તે પ્લેટ બદલી ગયો હતો. ત્યારબાદ તે લોકોને પીઝા નો ઓર્ડર આવ્યો તે લોકોએ પીઝા ખાવાનું શરૂ કર્યું હતું. અને થોડોક જ પીઝા બાકી હતો. ત્યાં પીઝા માંથી પણ એક મરેલું જીવાત નીકળતા તે લોકો ચોકી ઉઠ્યા હતા. આ બાબતે દુકાન માલિકને વાત કરતા તે લોકોએ આ મામલો શાંત પાડવા બંને મિત્રોને ફ્રી પીઝા આપવાની જાહેરાત કરી. અને આ બાબતે કાર્યવાહી ન કરવાની માંગણી કરી હતી.
પરંતુ બંને મિત્રોએ આ બાબતે ઓનલાઈન ફરિયાદ પણ દાખલ કરી હતી. બંને મિત્ર કસ્ટમર કેરમાં ફરિયાદ ઓનલાઈન દાખલ કરી હતી. બાદમાં જાણવા મળ્યું કે હિમાંશુ નામના મિત્રએ જ્યારે પીઝા ખાધા બાદમાં તે લોકોએ તેમાં જીવાતની બાબતને બહુ ધ્યાન લીધી નહીં. અને રાત્રે હિમાંશુના પેટમાં દુખાવો ઉપડ્યો હતો. અને સવારે તેને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. આમ આ બાબતે હિમાંશુનો કહેવું છે કે આ બાબતે દુકાનદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હિમાંશુને પીઝા ખાધા બાદ તેમાં જીવાત હોવાના કારણે ઝાડા ઉલટી થઈ ગયા હતા. જે બાબતે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આમ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ને આ બાબતે વધુ કાર્યવાહીની માંગ બંને મિત્રોએ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!