ક્યારેક ક્યારેક અકસ્માત ની એવી એવી ઘટના સામે આવતી હોય છે કે, આપણે જોઈ ને હચમચી જતા હોઈએ. લોકો મજાક મસ્તી કરતા કરતા ક્યારે અકસ્માત નો ભોગ બની જાય કહી જ ન શકાય. એક એવી જ ઘટના બનાસકાંઠા થી સામે આવી છે. જેમાં બે મિત્રો મજાક-મસ્તી માં એવું કર્યું કે, જેમાં એક મિત્ર નું મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુર શહેર માં નેશનલ હાઇવે પર ના એક કોમ્પ્લેક્ષ માં આવેલા ત્રીજા માળે બે મિત્રો રેલિંગ પર બેસેલા હતા. આ સમયે બને મિત્રો મસ્તી મજાક માં અચાનક જ રેલિંગ પર થી નીચે પટકાયા હતા. જેમાં એક મિત્ર નું મૃત્યુ થઇ ગયું હતું. અને એક મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના ની માહિતી મળતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. કોમ્પ્લેક્સ માં લાગેલા સીસીટીવી કેમેરા માં આ સમગ્ર ઘટના કેદ થવા પામી હતી. વિડીયો માં જોવા મળ્યું હતું, કે બને મિત્રો અચાનક રેલિંગ પર થી નીચે પડતા એકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે બીજો મિત્ર ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આમ આવી અનેક ઘટના સામે આવતી હોય છે. જેમાં અનેક લોકો અકસ્માત નો ભોગ બનતા જોવા મળે છે. અનેક ક્યારેક ક્યારેક મજાક મસ્તી લોકો ને ભારે પડી જતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા વિડીયો આવા વાયરલ થતા હોય છે. જેમાં લોકો ને મજાક-મસ્તી ભારે પડી જતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!