Gujarat

પાટણ- બાબા ને બુલાયા હે તો જાના હે..આમ કહીને અમરનાથ ની યાત્રા એ ગયેલ યુવાન ગુફા થી 10-કિલોમીટર દૂર મૃત્યુ ને ભેટ્યો.

Spread the love

હાલ માં જ ભારત ના પવિત્ર સ્થાન એવા અમરનાથ માં એક મોટી હોનારત થઇ હતી. અમરનાથ માં વાદળ ફાટવાની ઘટના બનતા ઘણા લોકો લાપતા થઇ ગયા હતા. અને અમુક મૃત્યુ પણ પામ્યા હતા. અમરનાથ ની યાત્રા કરી બાબા બર્ફાની ના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ પાટણ નો એક યુવાન તેના મિત્રો સાથે 15-જુલાઈ ના રોજ અમરનાથ ની યાત્રા એ નીકળ્યો હતો. એવામાં 19-જુલાઈ ના રોજ તેનું અમરનાથ માં ઓક્સિજન લેવલ ઘટવાથી મૃત્યુ નીપજી ગયું હતું.

વધુ વિગતે જાણવા મળ્યું કે, પાટણ માં રહેતા ચાર મિત્રો હાર્દિક મુકેશભાઈ રામી, આશિત હેમન્તભાઈ, નીશું ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ 15-જુલાઈ ના રોજ અમરનાથ ની યાત્રા એ નીકળ્યા હતા. હાર્દિક રામી ના ઘર વાળા એ હાર્દિક ને કહ્યું કે, તે આ વર્ષે અમરનાથ ની યાત્રા પર ના જાય ત્યાં બહુ મોટી હોનારત થઇ છે. હાર્દિક ના બહેન, પિતા ઘર ના વાળા એ મનાવ્યો પરંતુ તેણે કહ્યું બાબા ને બુલાયા હે તો જાન હે..બસ એટલું કહ્યું અને તે નીકળી પડ્યો.

એવામાં 19-જુલાઈ ને મંગળવારે હાર્દિક ના મૃત્યુ ના સમાચાર આવ્યા હતા. જાણવા મળ્યું કે, મંગળવારે સવારે 10-વાગે અમરનાથ ની ગુફા થી માત્ર 10-કિલોમીટર દૂર હાર્દિક નું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. એવામાં સેનાના જવાને તેને ઓક્સિજન આપ્યું અને તેને આરામ કરવા કહ્યું, પણ તે માન્યો નહીં અને તે ઘોડા પર સવાર થઇ ને આગળ વધ્યો. એવામાં હજુ ઘોડા પર બેસ્યા ને પાંચ થી સાત જ મિનીટ થઇ ને ત્યાં હાર્દિક રામી નું ઘોડા પર જ મૃત્યુ થઇ ગયું. બીજા અન્ય લોકો અને તેના મિત્રો આવે ત્યાં સુધી માં હાર્દિક મૃત્યુ પામ્યો હતો.

મૃતક ના પિતા એ જણાવ્યું કે, તેણે એક દિવસ અગાઉ ફોન કર્યો હતો અને તેણે તેની સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે, તેને બહુ ઠંડી લાગે છે પિતા એ કહ્યું કે તે ટોપી મફલર બધું પહેરેલું રાખે. તેણે તેની પત્ની સાથે વાત કરી તેની બહેન સાથે વાત કરી અને કહ્યું કે આગળ ના દિવસે ગુફા તરફ જવાના છે. એવામાં બીજા દિવસે બપોરે હાર્દિક ના મૃત્યુ ના સમાચાર આવ્યા હતા.

હાર્દિક ની બહેન મેઘા રામી એ પણ કહ્યું કે, તેને જવાની ના પાડી હતી પણ તેણે કહ્યું કે, બાબા ને બુલાયા હે તો જાના હે…બસ એમ કહીને બહેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. પત્ની એ આ વાત ની ખબર પડતા તેને સંભાળવા મુશ્કિલ થઇ ગયા હતા. મૃતક હાર્દિક રામી ને માત્ર 16-મહિના ની જ પુત્રી છે. 16-માસ ની પુત્રી એ પણ પિતા ની છત્રછાયા ગુમાવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *