પાવાગઢમાં જૂની ધર્મશાળા તોડતા વર્ષો જૂની એવી વસ્તુઓ મળી આવી કે જેના રહસ્યને જાણવા…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ ભારત ઘણા પ્રાચીન સમયથી જ સમૃદ્ધ છે અહીં શિક્ષણ અને રક્ષા ઉપરાંત વેપાર ને લઈને ઘણી વિકસિત બાબતો જોવા મળતી હતી. પરંતુ કાળ ક્રમના પરિવર્તન ના કારણે આપણી જૂની સભ્યતા ઓ નો નાશ થવા લાગ્યો અને બહારથી આવેલા લોકોએ પોતાની સંસ્કૃતિ સ્થાપી જો કે આજે પણ ઘણા એવા સ્થળો છે કે જ્યાં ખોદકામ કરવાથી અનેક જૂની પુરાની વસ્તુઓ મળી આવે છે.
આપણે સૌ જાણીએ છિએ કે ભારત માં અનેક એવા સ્થળો છે કે જ્યાં ખોદકામ કરતા જૂની વસ્તુઓ મળી આવે છે અને તેને જાળવવા અને તેના પર સંશોધન કરવા માટે ભારત માં એક વિશિષ્ટ સંસ્થા છે કે જે ભારતીય પુરાતત્વ વિભાગ છે. હાલમાં ખોદકામ કરતા સમયે આવી જ એક જૂના સમયની વસ્તુ મળી આવી છે.
મિત્રો હાલમાં જ પાવાગઢ ખાતેથી જૂના અને રજવાડા કાળનો ઐતિહાસિક વારસો હોવાના જીવંત પુરાવા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે હાલમાં આ વિસ્તાર માં ખુલ્લો ચોક બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના ભાગ રૂપે જૂની ધર્મશાળા તોડવાની કામગીરી શરૂ છે અને અહીં ખોદકામ તોપમાં વપરાતા ગોળા અને તેને તોડવામાં ઉપયોગ લેવાતાં લોંખડના ઓજારો મળી આવ્યા હતા.
આ વિસ્તારો માં મળેલા અવશેષો ના કારણે એવું કહી શકાય કે અહીં જૂના સમયમાં આ વિસ્તારમાં તોપ ગોળા રાખવા માટે ખાસ બાંધકામ કરાયું હોવાની શક્યતાઓ છે. જો કે હાલમાં અહીં ખોદકામ કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે અને હવે પછી નિષ્ણાતોની ટીમ દ્વારા આ અવશેષોની તપાસ કરવામાં આવશે. જે બાદ હવે અહીં વધુ માત્રામાં જથ્થો છે કે કેમ તેની પણ શોધ કરવામાં આવશે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.