મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં આ લગ્નના સમયગાળા માં અનેક યુગલો અગ્નિ સમક્ષ પોતાના જીવન સાથી સાથે જન્મો જન્મ ના પવિત્ર બંધનમાં બંધાઈ ને નવા જીવનની શરૂઆત કરશે. હાલમાં આ લગ્નનો રંગ અનેક કલાકારો ના ઘરે પણ જોવા મળે છે. અને અનેક કલાકરો ના ઘરે પણ આ પાવન અવસર પર લગ્નના ગીતો ગવાઈ રહ્યા છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર લગ્નને લઈને અનેક ફોટા અને વિડિઓ આપણે જોઈએ છીએ જે પૈકી અમુક કલાકારો ના પણ હોઈ છે. જણાવી દઈએ કે હાલમાં આવી જ ખુશીઓ નો માહોલ પવનદીપ ના ઘરે પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે ટેલિવિઝન નો આપણા મનોરંજનમાં ઘણું મહત્વ છે તેના પર આવતા વિવિધ કાર્યક્રમો લોકોને જોવા પસંદ પડે છે. તેવામાં હાલમાં ઘણા એવા કાર્યક્રમો છે કે જ્યાં વ્યક્તિ જઈને પોતાની આવડત બતાવી શકે છે અને તે કાર્યક્રમ પણ જીતી શકે છે.
આવોજ એક લોકપ્રિય કાર્યક્રમ ઇન્ડિયન આઇડલ છે, આપણે સૌ જાણીએ છીએ કે આ એક સીંગીગી કાર્યક્રમ છે અને ઘણા વર્ષોથી તે પોતાના સુરીલા કન્ટેસ્ટન્ટ દ્વારા લોકોને મનોરંજિત કરી રહ્યું છે. હાલમાં થોડા સમય પહેલા જ ઇન્ડિયન આઇડલ સીઝન 12 ને પવનદીપએ જીત્યું છે અને હાલમાં તેમની બહેન ના લગ્ન છે. પવનદીપ પોતાના અવાજ અને ગીતોના કારણે તો ચર્ચામાં હતો જ સાથો સાથ તેના અને અરુણિતાની મિત્રતાને લઈને પણ તે ઘણો ચર્ચામાં રહે છે.
જણાવી દઈએ કે અરુણિતા પણ આજ સીઝન માં હતી અને તેણે પણ ઘણી લોક્પ્રીતા મેળવી છે. જણાવી દઈએ કે પવનદીપ ની બહેન ચાંદનીના લગ્ન છે આ લગ્ન તેમના જ ગામ ચંપાવત માં હતા. અને લગ્ન પણ ઘણા ભવ્ય રીતે કરવામાં આવ્યા છે. આ લગ્નનમાં પરિવાર અને અંગત મિત્રો જ હાજર હતા. તેવામાં અરુણિતા નું લગ્નમાં આવવું તેમના ફેન્સ માટે ખુશી ની બાબત હતી.
View this post on Instagram
આ બાબત ને લઈને કહી શકાય કે અરુણિતા અને પવનદીપ નો પરિવાર સારા સંબંધ ધરાવે છે. જો કે પવનદીપ ની બહેનો અરુણિતાને ખાસ મિત્ર કહે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર પણ પવનદીપ ની બહેનના ફોટા અને વિડિઓ ઘણા વાયરલ થઇ રહ્યા છે. અને લોકો તેને ઘણા પસંદ પણ કરે છે. અને લગ્નને લઈને સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, વિડિઓ માં લગ્નની વિધિઓ જોઈ શકાય છે. આ સમયે અરુણિતા દરેક સમયે પવનદીપ ની બહેની સાથે જ જોવા મળી.
View this post on Instagram
હલ્દીની રસમમાં પવનદીપ અને અરુણિતાએ તેમની બહેનને હલ્દી લગાવી ત્યારે પવનદીપ ની બહેને પણ અરુણિતાને હલ્દી લગાવી વાયરલ થતા ફોટા અને વિડિઓ માં અરુણિતા અને પવનદીપ ઉપરાંત તેમના પરિવાર અને ખાસતો બહેનો નું સારું બોન્ડિંગ જોવા મળ્યું. પવનદીપ ની બહેનની એંટ્રીથી લઈને દરેક વિધિમાં અરુણિતા તેની પાસે જ હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે ઇન્ડિયન આઇડલ સીઝન 12 શરુ થયું ત્યારથી લોકો માં અરુણિતા અને પવનદીપ વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની અફવાઓ ચાલતી હતી. જો કે તે બંનેએ કયારે પણ આ બાબતને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. જોકે આવી અફવાઓ ને લઈને અરુણિતાના પરિવારે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.